Panchmahal
બે કરોડ ના વિદેશી દારૂ ઉપર પંચમહાલ પોલીસે રોલર ફેરવ્યુ દારૂ ની નદીઓ વહી

(સુરેન્દ્ર શાહ દ્વારા)
પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝનના આઠ પોલીસ મથકના ગત વર્ષ દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ એક કરોડ 95 લાખ રૂપિયાના દારૂનો આજે જાંબુડી ખાતે ઉચ્ચ અધિકારીઓની નીગરાની હેઠળ નાશ કરવામાં આવ્યો હતો હાલોલ ડિવિઝનના આઠ પોલીસ મથકો જેમાં હાલોલ, કાલોલ, વેજલપુર, રાજગઢ, દામાવાવ, જાંબુઘોડા, પાવાગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂ નો આજે પાવાગઢની તળેટીમાં આવેલ જાંબુડી ગામના વન વિસ્તારમાં દારૂની બોટલો નો પથારો કરી તેના પર બે જેસીબી અને એક રોડરોલર દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો
દારૂની બોટલોમાંથી દારૂ રેલાતા નજીકના કોતર સુધી પહોંચ્યો હતો આ કામગીરી દરમિયાન હાલોલ ડીવાયએસપી ગોધરા અને હાલોલ ના પ્રાંત અધિકારી બે પીઆઇ આઠ પીએસઆઇ અને 40 પોલીસ જવાનો આ કામમાં જોતરાયા હતા. નાશ કરવામાં આવેલા દારૂમાં સૌથી વધુ દારૂ વેજલપુર પોલીસ મથક નો 76 લાખ રૂપિયા નો અને સૌથી ઓછો કાલોલ પોલીસ મથકનો 3,58,000 નો સમાવેશ થાય છે દારૂ નાશ કરવાની કામગીરી ચાલતી હતી તે વખતે અસંખ્ય લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે પોલીસનો સખત બંદોબસ્ત હોવાથી લોક ટોળા ને કોઈપણ પ્રકારની છૂટછાટ મળી ન હતી.
જોકે આ વખતે ઉપસ્થિત પ્રાણી પ્રેમીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવતી હતી કે દારૂનાશ કર્યો તે બરાબર છે કરવો જ જોઈએ પરંતુ આટલો બધો દારૂ એક જ જગ્યાએ તેના પર રોડ રોલર ફેરવવામાં આવે બોટલમાંથી દારૂ નારેલાઓ જમીનની અંદર ઉતરે એનાથી આજુબાજુની જમીનમાં નુકસાન થાય તથા કાચની બોટલો હોય તેના કાચના ટુકડાઓથી જંગલમાં ફરતા વિચરતા નાના પશુ પંખીઓને ઈજા થવાની સંભાવના રહે છે એક વર્ષ દરમિયાન આઠ પોલીસ સ્ટેશનમાંથી અંદાજે બે કરોડ જેટલો દારૂ પકડાયો તો વિચારો કેટલા કરોડનો દારૂ વેચાયો હશે