Chhota Udepur
પાણીબાર ગામે દિવાસા ની પારંપરિક રીતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં ઠેરઠેર દિવાસા ની પારંપરિક રીતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે દેવે દેવ એટલે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગુરુવારે આસ્થાભેર દેવપૂજન કરીને પાણીબાર ગામ માં આવેલ પૌરાણિક આદિવાસી દેવસ્થાનો જેવાં કે દુધીયાદેવ, ભેંહાટાદેવ, બાબા કુવાજા, વેરાઈ માતા, ખેડાઈ માતા,બાબા લઢવાદેવ,બાબા વડાદેવ, ગાંદરીયાદેવ,ગામચોકી સહિત તમામ દેવસ્થાનો અને તમારા ખત્રી પૂર્વજો ને યાદ કરી ને ગામ પટેલ,પૂજારા, ડાહ્યા, ગામના બડવા સહિત ગામ લોકો ઉપસ્થિત રહી ભારે આસ્થાભેર પૂજન કરી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે દિવાસા નિમિત્તે ગામ માં થી નોકરી ધંધાર્થે બહાર રહેતા લોકો પણ પોતાના માદરે વતન આવી પહોંચતા હોય છે અને રસપૂર્વક ગામ નાં દેવસ્થાનો ની પૂજન વિધિ માં ભાગ લઈને ઉજવણી નો હીસ્સો બનતા હોય છે,આમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દિવાસા નું અનેરું મહત્ત્વ છે.