Vadodara
3.97 કરોડની જમીન કૌભાંડ માં છેતરપિંડી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા
વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડોદરા શહેરના નાસ્તા ફરતા તેમજ ગુનાઓમાં પકડવાના બાકી હોય તેવા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને પાણીગેટ પોલીસ સ્ટેશનના PI એ.બી મોરી તથા એચ.જે. પટેલે જરૂરી માર્ગદર્શન આપી જેમાં પીઆઇ એ.બી. મોરી PI એચ.જે. પટેલ PSI સી.એસ ગઢવી PSI આર.એચ. સીદી હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર સિંહ અમરીશભાઈ, પ્રવીણભાઈ, રવિન્દ્રકુમાર, મુકેશભાઈ તથા કૃષ્ણદેવસિંહ ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાંચ ગુનામાં સંડોવાયેલા અને 35 કલમ જેના ઉપર લગાવી હતી તેવા સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામના બે આરોપી કુમારસિંહ સંજયસિંહ પરમાર તથા હર્ષ સંજયસિંહ પરમાર ને જભ્ભે કરી જેલ ભેગા કર્યા હતા.
આ બંને આરોપીઓએ દંતેશ્વર ખાતે સર્વે નંબર 541 ની ફાઇનલ પ્લોટ વાળી સરકારી જમીન સરકારી ગૌચર જમીન હોવાનું જાણવા છતાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી 3.97 કરોડની છેતરપિંડી કરી નાસ્તા ફરતા હોય પાણીગેટ પોલીસે નીડરતાથી બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા