Gujarat
ગુજરાતના આ શહેરમાં મનપા દ્વારા 10 દિવસ માટે પાણીપુરી લાદવામાં આવ્યો પ્રતિબંધ

શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને મનપાએ સૂચના આપી છે. જો પાણીપુરી વેચશે તો મનપાની ટીમ બંધ કરાવશે. પાણીજન્ય રોગચાળો વકરતા મનપાએ મોટો નિર્ણય લીધો છે. ગઈકાલે જ પાણીપુરીના વેચાણ સ્થળે મનપાએ દરોડા પાડ્યા હતા. ગઈકાલના દરોડા બાદ આજે મનપાએ મોટો નિર્ણય લીધો છે.
ચેકિંગની કામગીરી 10થી 15 દિવસ ચાલશે
આ અંગે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, વડોદરામાં પાણીજન્સ રોગોના કેસ વધ્યા છે. તેથી કમિશનરની સૂચના હતી કે આવા વિસ્તારોમાં પાણીપુરીનું વેચાણ ન કરવામાં આવે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવે. ગઇકાલથી આ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી 200 કિલોગ્રામ જેટલી અખાધ વસ્તુઓ જેમ કે, ચટણી, બટાકાનો નાશ કર્યો છે. આ પ્રકારની કામગીરી આગામી 10થી 15 દિવસ ચાલશે.
પાણીજન્ય રોગચાળા વિશે શું કહ્યું?
હાલ વધી રહેલા પાણીજન્ય રોગચાળા વિશે કહ્યું કે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ ખાદ્ય વસ્તુઓની ચેકિંગ કરે છે. જો લાયસન્સ વગર અને અખાદ્ય વસ્તુઓની વેચાણ થતું હોય તો તેમને નોટિસ પણ આપવામાં આવે છે. ઘણી દુકાનોને બંધ કરવામાં આવી છે. બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ જણાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.