Ahmedabad
પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત સાથે વીરોને વિરાંજલિ અર્પણ કરતા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ …
સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૫ મો પાટોત્સવની દબદબાભેર ઉજવણી ….
ભારતના પ્રત્યેક પ્રધાનમંત્રી લોકશાહી અને બંધારણની રક્ષા માટે જે યોગદાન આપ્યું તેને આવનારી પેઢીઓ સમજી શકે તે માટે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે . શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પ્રધાનમંત્રી સંગ્રહાલયની સંતો અને હરિભક્તો સાથે મુલાકાત લીધી હતી. તેમણે ભારતના વિવિધ પ્રધાનમંત્રીઓની ગેલેરી જોઈને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ત્યારબાદ તેઓ દેશની સુરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને ભાવાંજલિ આપવા માટે નેશનલ વૉર મેમોરિયલની મુલાકાત લીધી હતી. દેશની અખંડતિતા અને લોકશાહીના જતન તેમજ સંવર્ધન માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી મ્યુઝિયમ લાઇબ્રરી સોસાયટી, ભારત સરકાર નિયુક્ત સભ્ય ર્ડા. રીઝવાન કાદરીએ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજને પ્રધાનમંત્રી સંગ્રહાલયના વિવિધ પાસાઓનો પરિચય કરાવ્યો હતો.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૫ મો પાટોત્સવમાં મહાપુજા, સમૂહ પારાયણ, ભક્તિ સંધ્યા, અન્નકૂટ સહીત ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે ભુપેન્દ્ર મિશ્રા, પ્રધાનમંત્રીના પૂર્વ પ્રિન્સીપાલ સેક્રેટરી, રામમંદિર નિર્માણ સમિતિના અઘ્યક્ષ અને પ્રધાનમંત્રી સંગ્રહાલયની એક્ઝીક્યુટીવ કાઉન્સિલના ચેરમેન ખાસ પધાર્યા હતા. તેમજ દેશ વિદેશના હરિભક્તોએ પણ પાટોત્સવમાં દબદબાભેર ભાગ લીધો હતો.
મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી