Panchmahal
હાલોલ ખાતે શ્રીમદ સત્સંગી જીવન અંગેનું પારાયણ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ કાછિયા સમાજના અગ્રણી અક્ષર નિવાસી નગીનભાઈ સોમાભાઈ કાછિયાની દ્વિતીય પુણ્યતિથિએ તેમના સુપુત્રો દ્વારા પંચદીનાત્મક શ્રીમદ સત્સંગી જીવન અંગેનું પારાયણ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા પૂજ્ય સાં.ચો.રાધા બા ગીતા બા ખંભાત દ્વારા પોતાની આગવી અને સરળ શૈલીમાં સંગીતના સથવારે કથામૃતનું રસપાન કરાવશે આ આયોજનના ભાગરૂપે તારીખ 13 માર્ચના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સ્વામિનારાયણ મંદિરથી ઢોલ નગારા સાથે પોથી યાત્રાની શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી
રાસ ગરબાની રમઝટ અને આતસબાજી સાથે પોથીયાત્રા ટાઉનહોલ થી શરૂઆત કરવામાં આવી હતી અને કાછિયા પંચની વાડીમાં પોથીજીનું ભક્તિ ભાવ સભર અને આનંદ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ કથાનો આરંભ કરવામાં આવ્યો હતો પાંચ દિવસની આ કથામાં વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ. રાસોત્સવ મહોત્સવ અને અન્નકૂટ મહોત્સવ નો મનોરથ મુખ્ય છે આ આયોજન પૂર્વે સ્વામિનારાયણ ભગવાન વડતાલ વિહારીની અસીમ કૃપા અને આશીર્વાદ સહ આયોજન કરવામાં આવ્યું છે