National
પદ્મ શ્રી થી સન્માનિત પરેશભાઈ રાઠવા નો દિલ્હી ખાતે ટ્રાઇફેડ દ્વારા સન્માન સમારોહ

પ્રતિનિધિ, કાજર બારીયા
૫ એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત પરેશભાઈ રાઠવા પીઠોરા લખારા ને દિલ્હી ખાતે ટ્રાઇફેડ વિભાગ દ્વારા સન્માન માટે નો કાર્યક્રમ ટ્રાઇફેડ ચેરમેન શ્રી રામસિંહ ભાઈ રાઠવા ની અધ્યક્ષતા માં યોજાયો હતો.
તેમને ફુલ ગુલદસ્તો થી લઈને શાલ ઓઢાડીને તેમજ અનેકવિધ મોમેંટો આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ટ્રાઈફેડ ના એમડી ગીતાંજલી ગુપ્તા તથા ફાઈનાન્સ વિભાગના મેડમ યતીદ્રા પ્રસાદ તેમજ ડાયરેકટર બ્રિજ નંદન પ્રસાદ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ત્રીપુરાના કિશનદાસ, ઓરિસ્સા નાં પવિત્રા કનહાર, હિમાચલ પ્રદેશના સુદર્શન જશપાલ તેમજ ટ્રાઈફેડ વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.