Chhota Udepur
કંવાટ ના પરેશભાઈ રાઠવાને પીઠોરા ચિત્ર લિપિમાં મળ્યો પદ્મશ્રી
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી કવાટ ગામ ના પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પરેશભાઈ રાઠવા કહેવાય છે એ પ્રમાણે કમળ હંમેશા કાદવમાં જ ખીલે છે, અને ગુલાબનુ ફુલ હંમેશા કાંટાઓની વચ્ચે જ શોભતું હોય છે. આવુ જ ઉત્તમ અને પ્રેરણા રૂપ ઉદાહરણ એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથકે વસતા પરેશભાઈ રાઠવા છેલ્લા 20- 25 વર્ષથી તેઓ રાઠવા સમાજમાં પૂજનીય દેવ તરીકે પીઠોરા દેવને લોકો હૃદય પૂર્વક પૂજન કરતા હોય છે. જેના મહત્વ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં પીઠોરા દેવ ભીતમાં વસેલા હોવાનું મનાય છે. આ પરંપરા અને આદિ અનાદિ કાળથી ચાલી આવેલા પીઠોરા દેવનું લખાણ કરતા કલાકારને લખારા તરીકે ઓળખવામાં આવે છે. પીઠોરા દેવના ચિત્રો એ ચિત્ર લિપિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ચિત્રોમાં વિવિધ ઋતુઓ, તહેવારો, જીવજંતુઓ, પશુ- પક્ષીઓ, રહેણી-કરણી, પોશાક ,ખોરાક ,દૈનિક પ્રવૃત્તિઓ, આજીવિકાની પ્રવૃત્તિઓ તથા આદિવાસી લોકો માટે પરંપરા ચાલી આવતા તમામ રીતરિવાજોનું વર્ણન કરવામાં આવે છે. સાથે સાથે પીઠોરા દેવના પૂજન કરવા માટે ઇન્દ પીઠોરાનો તહેવાર ખૂબ જ ઉત્સાહભેર લોકો ઉજવતા હોય છે આજ સંસ્કૃતિને પોતાના જીવનમાં વણી લઇ અને તેને જીવંત રાખવા માટે પરેશભાઈ રાઠવા એ ખૂબ જ મહેનત કરી અને વિશ્વ કક્ષા સુધી પોતાની કલાને પહોંચાડેલ છે.
પરેશભાઈ દ્વારા કરવામાં આવેલ ચિત્ર લિપિ કલાને ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશેષ નોંધ લઇ અને ચાલુ વર્ષે પદ્મશ્રી એવોર્ડ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. અને તેઓની ઉત્તમ કામગીરી અને સંસ્કૃતિ સંચાર કરવા બદલ ચાલુ વર્ષે ભારત સરકારમાં મહામહિમ રાષ્ટ્રપતિ ડો. દ્રોપદી મુર્મુ ના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરેશભાઈ રાઠવા એ આદિવાસી પરિવારમાં જન્મેલા સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે. પૂર્વ વડીલો અને કલાકારોના સહયોગથી તેઓને આ કળાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આજે પણ તેઓને ઉચ્ચ કક્ષાનું સન્માન મળવા બદલ તેઓ ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે પીઠોરા દેવનું ચિત્રામણ કરાવવા માટે આમંત્રણ આપે છે ત્યારે તેઓ ખૂબ જ સહેલાઈથી ચિત્ર લિપીને કંડારવા માટે પહોંચી જતા હોય છે સાથે સાથે પરેશભાઈ આ કલાલીપીને આગળ વધારવા માટે અને રક્ષણ માટે વિવિધ તાલીમ વર્ગોમાં પણ પોતાનુ માર્ગદર્શન પૂરું પાડે છે. પરેશભાઈનુ સન્માન કરતી વખતના દ્રશ્યો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાદેશિક બોલીના શબ્દો યાદ કરીને ભાવુક થઈ જતા પણ આપણને નજરે પડે છે. તેઓ જણાવે છે કે હું આટલા ઉચ્ચ સન્માન સુધી મારા જીવનમાં પહોંચીશ તેવી ક્યારે પણ આશા બાંધી ન હતી. ખરેખર આવુ ઉચ્ચ કોટી નો સન્માન આવા સરળ સ્વભાવના વ્યક્તિત્વને મળ્યું છે ત્યારે સમગ્ર પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને આડોશ પાડોશના તમામ જિલ્લાના લોકો માટે ગૌરવ સમાન બન્યા છે.