Ahmedabad
વરઘોડા માં જવાની ના પાડતા પરણિતા નો આપઘાત

(સુરેન્દ્ર શાહ દ્વારા )
21 મી સદીમાં માનવીની સહનશક્તિ ઘણી જ ઓછી થઈ ગઈ છે પરિણામે સામાન્ય બાબતોમાં સ્ત્રી કે પુરુષ આત્મહત્યાનો માર્ગ અપનાવે છે જે ખરેખર વિચારવા જેવી બાબત છે કાલોલ તાલુકાના વ્યાસડા ગામની પરિણીત મહિલા મીનાક્ષીબેન હિમાંશુભાઈ પરમાર તેના પતિ એ વરઘોડામાં જવાની ના પાડતા આત્મહત્યા કરાયેલું જાણવા મળે છે પરંતુ પરણીતાના માવતર દ્વારા પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યં હતું કે મારી દીકરીને તેના સાસુ કુસુમબેન નાની-નાની બાબતોમાં રોકટોક કરી હેરાન પરેશાન કરતા હતા તથા મારા જમાઈ મારી દીકરી પર આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી વારંવાર મારી દીકરી સાથે માર જુડ કરતા હતા.
પરિણામે મારી દીકરીથી આ સહન ન થતાં તેને આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પોલીસે આ બાબતે મુક્તકના મૃતદેહને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃતકના મૃત નું કારણ સપાટી પર આવશે આત્મહત્યા કરી છે કે હત્યા કરી છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ નક્કી થશે આ અંગે વેજલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જો કે વેજલપુર પીએસઆઇ અનુભવી હોવાથી આ બનાવ ની સત્ય હકીકત બહાર લાવવા માટે સો ટકા સફળ થશે