Panchmahal
ઘોઘંબા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા પથ સંચલન
ઘોઘંબા ના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતેથી યોજાયેલ પથ સંચલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં આરએસએસ ના સ્વયંસેવકો સંઘના ગણવેશમાં શિસ્ત બંધ રીતે જોડાયા હતા પથ સંચાલન સમગ્ર ઘોઘંબા નગરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા તાલ કદમ સાથે સંગીતના સથવારે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
આજના આ કાર્યક્રમ માં ખુબજ મોટી સંખ્યામાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના કાર્યકરો સ્વયંસેવકો જોડાયા હતા ઘોઘંબા થી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ છેલુભાઈ રાઠવા તથા આરએસએસના પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા પથ સંચલન ની શરૂઆત કરાવવામાં આવી હતી પથ સંચલન દરમિયાન RSS ના કાર્યકરો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી