Panchmahal
હાલોલ ખાતે મારવાડી સમાજ દ્વારા રામદેવ મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
હાલોલ ખાતે મારવાડી સમાજ દ્વારા દ્વિ દિવસીય રામદેવજી મહારાજનો અગિયારમો પાટોત્સવ ધામધૂમથી ઉત્સાહપૂર્વક અને ભક્તિભાવથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવવામાં આવ્યો છે જેમાં આજે સવારે હોમાત્મક યજ્ઞ પછી સામૈયુ કરીને 10:30 વાગ્યાના અરસામાં શણગારેલી બગીમાં રામદેવજી મહારાજની છબીને સ્થાપન કરી આનંદ ઉલ્લાસથી આતસબાજી વાજા બેન્ડ અને ડીજેના તાલે શોભાયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો નગરપાલિકાના માજી પ્રમુખ શીતલ પટેલ, બંસીભાઇ, હાલોલ ભાજપના શહેર પ્રમુખ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં સદર શોભાયાત્રા સમગ્ર હાલોલ નગરની પરિક્રમા કરી પુનઃ રામદેવજી મહારાજના મંદિરે શોભાયાત્રા ને વિજય કરવામાં આવી હતી હલોલ ખાતે મારવાડી સમાજના 450 પરિવારો એક સંપ થઈ પરિવારના માણસોની જેમ રહે છે કદાચ સમગ્ર ગુજરાતમાં મારવાડી સમાજ ની સૌથી વધુ વસ્તી હાલોલ ખાતે છે
શોભાયાત્રા ને નગરજનો દ્વારા વિવિધ સ્થળોએ ફૂલ અને અક્ષતથી વધારવામાં આવતી હતી મારવાડી સમાજ દ્વારા આજથી 11 વર્ષ પહેલા સ્ટેશન રોડ પર ભવ્ય મંદિર બનાવી મંદિરને શણગારી રંગબેરંગી લાઈટ થી નયનરમ્ય બનાવી રામદેવજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેને લઇને પ્રતિ વર્ષે મારવાડી સમાજ દ્વારા આનંદ ઉત્સાહ અને ભક્તિભાવથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ બંને દિવસે મારવાડી સમાજ માટે મહાપ્રસાદની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના તમામ લોકો ભાગ લઈ આ પ્રસંગને શોભાવે છે તદુપરાંત નજીકના ગામોમાંથી મારવાડી સમાજના આગેવાનો અને સભ્યો આ પાટોત્સવમાં ભાગ લઈ પાટોત્સવને સફળ બનાવવામાં પોતાનો ફાળો આપે છે