Panchmahal
પાવાગઢ ફાયરીંગ રેન્જ તા.૧ જુલાઈ થી ૩૦ ઓગસ્ટ સુધી રિઝર્વ રાખવાનુ જાહેરનામું બારે પાડ્યું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ–ગોધરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ–૩૭(૪) અન્વયે જાહેરનામું બહાર પડાયું છે.જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરીંગ રેન્જ ખાતે તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૮/૨૦૧૩ (બન્ને દિવસો સહિત) સેનાપતિશ્રી, રાજ્ય અનામત પોલીસ દળ જુથ—૫,ગોધરાના યુનિટો માટે તથા રાજયના અન્ય પોલીસ દળો તથા મીલેટ્રી, એન.સી.સી., એરફોર્સ, એસ.આર.પી. યુનિટો માટે ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે રીઝર્વ રાખવા જણાવ્યું છે. સદરહુ જમીનમાં ઉકત સમય દરમ્યાન બહારના કોઈપણ અનધિકૃત શખ્સ દાખલ થવું નહિ.
આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઈ.કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.