Panchmahal

પાવાગઢ થી પીંગલવાડા વહો વિશ્વામિત્રી અભિયાન

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

શક્તિપીઠ પાવાગઢ ડુંગરના શિખર ઉપર મહાકાલી માં બિરાજે છે અને સાથે સાથે ઋષિ વિશ્વામિત્રની તપોભૂમિ છે જ્યાં ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો અને વિશ્વામિત્રી નદીનું ઉદગમ સ્થાન છે જે નદી ઉપર નવનાથના પવિત્ર મંદિરો આવેલા છે એ વિશ્વામિત્રી નદી ના કિનારે સદીઓ પૂર્વે ગુજરાતની સમૃદ્ધ રાજધાની ચાંપાનેર નગરી હતી અને આજે સંસ્કારી નગરી વડોદરા શહેર વસેલું છે. વિશ્વામિત્રી નદી વડોદરા શહેરને એક આગવી ઓળખ આપે છે. પંચમહાલમાં માત્ર 15 કિલોમીટર અને કુલ 134 કિલોમીટર લાંબી નદી પાદરા પાસે પીંગલવાડા પાસે થી ખંભાતના અખાતમાં મળી જાય છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદી મગરોની વસાહત ધરાવતી ભારતની એકમાત્ર નદી છે. અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ માં દસ મંડળ છે તેમાં ત્રીજો મંડળ વિશ્વામિત્રી મંડળ છે તેમાં ૬૨ સૂક્ત છે અને એનો દસમો મંત્ર ગાયત્રી મંત્ર છે અતિ પ્રાચીન કાલ થી આ મહામંત્ર ની ઉપાસના વિશ્વભર માં થાય છે તેનો સાત્વિક અને આધ્યાત્મિક સાર આખી માનવતા માટે સદા ઉપકારી છે આશરે ૩૨૦૦ વર્ષ પહેલા વિશ્વામિત્રી નદી કાંઠે માનવીય સભ્યતા ઐતિહાસિક ઉલ્લેખ છે જે પ્રાચીન સંસ્કૃતિ જગત ના કલ્યાણ માટે સદા પ્રેરક છે જ્યારે આઝાદી ક અમ્રુત મહોત્સવ નિમિતે G20 ભારત ની ભૂમિકા માટે વહો વિશ્વામિત્રી મહા પદયાત્રા પાવાગઢ શ્રી મહાકાલી શક્તિ પીઠ અને વિશ્વામિત્રી ઉદગમ સ્થાન સ્વેતાંબર જૈન મંદિર થી સવારે સાત કલાકે ફ્લેગ ઓફ સાથે શરૂઆત કરી હતી જે વિશ્વમિત્રી નદી પસાર થતાં ગામ ચાંપાનેર,બાસ્કા,કણજરી,રાજપુરા,પાલડી,વ્યાસેશ્વર, વડોદરા,પાદરા થઈ સંગમ સ્થાન પીંગલવાડા સાથે આસરે ૧૪૦ કિલો મીટર ની પદયાત્રા ૪ માર્ચે પૂર્ણ થશે.

Advertisement

કૃષિ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડો. મુની ભાઈ મહેતા એ વહો વિશ્વામિત્રી અભિયાન ચલાવીને પ્રકૃતિ પ્રેમીઓને એક સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે એ અંતર્ગત આધ્યાત્મિક પર્યાવરણ અને પ્રકૃતિ તેમ જ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઘણા જાગૃત વ્યક્તિઓ જુદી જુદી રીતે આ અભિયાનમાં કાર્યરત છે 2015માં માત્ર મહિલાઓ દ્વારા પાવાગઢ થી પીંગલવાડા એક સાયકલ યાત્રાનું આયોજન કુમારી ભગવતી જોશી ના લીડરશીપમાં યોજાઇ હતી જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી રાજુભાઈ ઠક્કર અને 70 વર્ષીય બાબુભાઈ પટેલ પાવાગઢ થી પીંગલવાડા ની પદયાત્રાએ નીકળયા હતા જેમને યુવા ભાઈ બહેનોએ પોતાની અનુકૂળતાએ પદયાત્રામાં જોડાઈને સફળ બનાવી હતી હાલોલમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિયાનના સ્વયંસેવકો પાસેથી વિશ્વામિત્રી નદી ,તેનું મહત્વ અને નદીને બારેમાસ પુનઃ વહેતી કરવા માટે શરૂ કરાયેલ આ અભિયાન વિશે રસપ્રદ માહિતી મેળવી કલ્પનાબેને સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું નીતિનભાઈ શાહે બંને પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી અભિયાનના સ્વયંસેવકો નો આભાર માન્યો.યોગગુરુ લક્ષ્મણ જીએ આશીર્વચન અર્પણ કર્યા હતા.

અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ માં દસ મંડળ છે તેમાં ત્રીજો મંડળ વિશ્વામિત્રી મંડળ છે તેમાં ૬૨ સૂક્ત છે અને એનો દસમો મંત્ર ગાયત્રી મંત્ર છે અતિ પ્રાચીનકાલ થી આ મહામંત્ર ની ઉપાસના વિશ્વભર માં થાય છે તેનો સાત્વિક અને આધ્યાત્મિક સાર આખી માનવતા માટે સદા ઉપકારી છે આશરે ૩૨૦૦ વર્ષ પહેલા વિશ્વામિત્રી નદી કાંઠે માનવીય સભ્યતા ઐતિહાસિક ઉલ્લેખ છે જે પ્રાચીન સંસ્કૃતિ જગત ના કલ્યાણ માટે સદા પ્રેરક છે

Advertisement

  • કૃષિ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડો. મુની ભાઈ મહેતા એ વહો વિશ્વામિત્રી અભિયાન ચલાવીને પ્રકૃતિ પ્રેમીઓને એક સબળ નેતૃત્વ પૂરું પાડ્યું
  • આ અગાઉ ૨૦૧૫ માં કુમારી ભગવતી જોષી ની આગેવાની હેઠળ માત્ર મહિલાઓની સાઈકલ યાત્રા થી વહોવિશ્વામિત્રી અભિયાન ચલાવ્યુ હતુ
  • રાજુ ભાઈ ઠક્કર અને બાબુ ભાઈ પટેલ પાવાગઢ થી પીંગલવાડાની સૌ પ્રથમ પદયાત્રા કરી વહો વિશ્વામિત્રી નો સુભારંભ કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો હતો
  • વિશ્વમિત્રી નદી પસાર થતાં ગામ -ચાંપાનેર,બાસ્કા,કણજરી,રાજપુરા,પાલડી,વ્યાસેશ્વર, વડોદરા,પાદરા થઈ સંગમ સ્થાન પીંગલવાડા પહોચે છે

Trending

Exit mobile version