Panchmahal
પાવાગઢ: સત્ય વિજય હનુમાનજી મંદિરમાં કપિરાજ આવી ચઢતા લોકોમાં કૌતુક
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સામાન્ય રીતે માણસ મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરે છે. અને પ્રસાદ લઇને પોતાના કામે લાગતા હોય છે. પરંતુ પાવાગઢ ખાતે આવેલા સત્ય વિજય હનુમાન રામ ટેકરી મંદિરમાં કપિરાજ મંદિરમાં દર્શન કરવા આવે છે અને પ્રસાદ લઇને જાય છે. આ ઘટના મંદિરમાં આવેલા બીજા ભક્તો પૈકી એક ભક્તે આ સમગ્ર દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
આરતીના સમયે એક કપિરાજ મંદિરમાં આવી ચઢ્યો અને મંદિરમાં જાણે સેવા ચાકરી કરી હોય તેમ ક્રિયા કરવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને ભક્તો અચરજમાં મુકાયા હતા. મંદિરની આરતી પહેલા આવેલો કપિરાજ આરતી બાદ ૧૦ મિનિટ આજ રીતે હનુમાનજી પાસે બેસી રહ્યો હતો.
અતિ ચંચળ કહેવાતો કપિરાજ આ રીતે મૂર્તિ પાસે શાંતિથી બેસી રહેતા ભક્તોમાં જાતજાતનો ગણગણાટ શરૂ થયો હતો. જો કે, ત્યારબાદ કપિરાજ ક્યાં જતો રહ્યો તે કોઈને ખબર નથી. હાલમાં સત્ય વિજય હનુમાનજી મંદિરમમાં કપિરાજની આવી ભક્તિથી અચરજ ફેલાયું હતું.
કપીરજ આ મંદિર માટે શુભ ગણાય છે. તે સાક્ષાત બાલાજી ની જેમ મંદીરની રક્ષા કરે છે કપીરજના આવવાથી અનેક લોકોને મંદિરથી જોડાયેલા અનેક લાભ થયા છે – મહંત ગોપાલદાસ ગુરૂ ગડબડદાસજી