Dahod
ઝાલોદ ગામડી ચોકડી ઉપર પાકો રોડ જમીનમાં પેસી ગયો : ભ્રષ્ટાચારે માંઝા મૂકી
(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ નગરમાં ગામડી ચોકડી પાસે બેંક ઓફ બરોડા તેમજ પોસ્ટ ઓફિસ આવેલ હોવાથી આ રોડ સતત ટ્રાફિક થી ધમ ધમતો રહે છે. ગામડી ચોકડી થી આગળ જતાં વિશ્વકર્મા સોસાયટીની સામે આવેલ પાકો ડામર વાળો રોડ ભારી વાહનના અવરજવરને લઈ જમીનમાં પેસી ગયો છે. આ રોડની આજુબાજુ સોસાયટીઓ આવેલ છે જેથી નગરમાં આવવા જવા માટે નગરના લોકો તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો અહીં સતત અવરજવર કરતા જોવા મળે છે. આ વિસ્તારમાંથી મોટા ભારી વાહનની પણ સતત અવરજવર થતી હોય છે. હાલ ચોમાસાની ઋતુને લઈ વિશ્વકર્મા સોસાયટીની સામે આવેલ પાકો ડામર વાળો રોડ જમીનમાં પેસી ગયેલ છે. અવરજવર કરતા મુસાફરો દ્વારા સાંભળવા મુજબ એક ભારી વાહન અહીંથી નીકળતું હતું તે દરમ્યાન રોડ જમીનમાં પેસી ગયો હતો પરંતુ સદનસીબે વાહનચાલક કે કોઇને પણ કોઈ જાનહાનિ થઇ ન હતી.
આ પાકો ડામર વાળો રોડ જમીનમાં પેસી જતાં આવતા અજાણતામાં કોઈ વાહન ચાલક દ્વારા મોટો અકસ્માત સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. અહીંયા રોડની આજુબાજુ દુકાન તેમજ રહેવાસી વિસ્તારની વિશ્વકર્મા સોસાયટીનો પ્રવેશદ્વાર આવેલ છે જેથી અહીંયાં થી અવરજવર વધુ થતી હોય છે જેથી તાત્કાલિક જવાબદાર તંત્ર આ પાકો પેસી ગયેલ રોડ અંગે કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ રોડ ટ્રાફિક થી અવરજવર રહે છે અને મોટા ટ્રક કે અન્ય કોઈ વાહન ભૂલથી ભૂવામાં ઉતરી જાય તો અકસ્માતનો ભય