Chhota Udepur

પાવી જેતપુરનો ઓરસંગ નદી પરનો પુલ રીપેરીંગ માટે એક મહિનો બંધ રાખવામાં આવશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર,તા.૧૮

Advertisement


છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર-ચલામલી રોડ પર ઓરસંગ નદી પર આવેલ લેવલ બ્રીજ ઉપર રીપેરીંગ કામ કરવાનું હોવાથી તા. ૧૨ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ભારે વાહનો માટે અવાર જવર બંધ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું છોટાઉદેપુર જીલ્લાના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાનના અભિપ્રાયથી બહાર પાડવામાં આવેલ છે. ઉપરોક્ત જણાવેલ તારીખો દરમિયાન વાહનોની અવાર જવર માટે વૈકલ્પિક રૂટ મુજબ વાહનોનું ડાઈવર્ઝન કરવામાં આવેલ છે. આ ડાઈવર્ઝન કરેલા રૂટ પર તમામ રસ્તા પર નાનું મોટું રીપેરીંગ કરીને આ રૂટને પહેલા સજ્જ કરવામાં આવેલ છે. આ રૂટ કવાંટથી જેતપુર પાવી તરફ આવતા ભારે વાહનોને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થઈ જમણી બાજુ વળી જેતપુરપાવી તરફ જઈ શકાશે.
જેતપુરપાવી થી કરાલી, કવાંટ તરફ જતા ભારે વાહનોને કોર્ટ બિલ્ડીંગ જેતપુર પાવી સામેથી નાલેજ-પીપલેજ-હરવાંટ-રતનપુર રોડથી છોટાઉદેપુર તરફ તેજગઢ ઓરસંગ બ્રીજ પર થઈ નેશનલ હાઈવે પરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ શકાશે.
આ જાહેરનામાના હુકમના ભંગ બદલ પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે

Trending

Exit mobile version