Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લા શાળાકીય રમતોત્સવમાં પાવીજેતપુર હાઇસ્કૂલ મોખરે
(પ્રતિનિધિ કાજર બારીયા)
છોટાઉદેપુર જીલ્લા શાળાકીય રમતોત્સવમાં પાવીજેતપુર ની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં ભાગ લઈ વધુ નંબર મેળવી મોખારાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૪ ઓક્ટોબર ના રોજ એકલવ્ય મોડેલ સ્કૂલ, કવાંટ માં છોટાઉદેપુર જિલ્લા કક્ષા શાળાકીય એથલેટિક્સ સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માંથી એથલેટિક્સ રમતોની સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પાવીજેતપુર તાલુકા ની શિરમોર શાળા શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું .અંડર ૧૭ વય જૂથમાં (૧)રાઠવા કમલેશભાઈ શંકરભાઈ ૩૦૦૦મી દોડ પ્રથમ (૨) રાઠવા અમિતભાઈ અર્જુનભાઈ ૮૦૦ મી દોડ પ્રથમ (૩) નાયકા અશ્વિનભાઈ ગણપતભાઈ ૫૦૦૦મી દોડ પ્રથમ (૪) રાઠવા કલમાબેન અભેસિંગભાઈ ગોળા ફેંક પ્રથમ. નંબર મેળવ્યા હતા.
જ્યારે અંડર ૧૯ વયજૂથમાં (૧) રાઠવા વિજયભાઈ નાનબુભાઇ ૧૫૦૦મી, ૫૦૦૦મી દોડ પ્રથમ (૨) રાઠવા સુક્રમભાઈ અલ્પેશભાઈ ૨૦૦ મી દોડ પ્રથમ (૩) રાઠવા વિભાંશુંભાઈ મુકેશભાઈ ગોળા ફેંક માં પ્રથમ આ સર્વ વિદ્યાર્થી મિત્રો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાના હોઇ, આ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય સંજયભાઈ શાહ તથા કેળવણી મંડળના પ્રમુખ અતુલભાઈ શાહ એ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.