Chhota Udepur
પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા ગ્રામ્ય વિસ્તાર ની ખબર લેવા પહોચ્યા
(કાજર બારીયા દ્વારા)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ આજરોજ અંતરિયાળ વિસ્તારમાં આવેલાં કદવાલ ગામ ની મુલાકાત લઈ ત્યા ના હોદ્દેદાર ગામના સરપંચ ગામના આગેવાન ભાઈઓ તેમજ બહેનો ને મળ્યા હતાં. આશા વર્કર બહેનો તેમજ ગામની અંદર સરપંચ તરીકે ચુટાયેલ બહેનો. સખી મંડળ ના પ્રમુખ બહેનો ને તેમજ આંગણવાડી વર્કર બહેનો ને નોટ અને પેન આપી સન્માનિત કર્યા અને ચર્ચા કરી હતી. કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ નવાપુરા ,ચાકરીયા, વડલી અને પોઈલી ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી. અને બાળકોને મળતી શિક્ષણ સુવિધા ભોજનની ગુણવત્તા ચકાસી ભૌતિક સુવિધા વિશે તાગ મેળવ્યો હતો.
પાવીજેતપુર તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ આજરોજ ઊંડાણ વિસ્તાર ના ગામોમાં જઈ પ્રજાને પડતી મુશ્કેલીનુ નિવારણ લાવ્વા ગામડાઓ ખૂંદી રહ્યા છે.
આજરોજ જેતપુરપાવી તાલુકા પંચાયત ના પ્રમુખ મૂકેશભાઈ રાઠવાએ નવાપુરા ,ચાકરીયા, વડલી અને પોઈલી ગામની મુલાકાત લીધી જેમાં આંગણવાડી ના બાળકો, માતાઓ, બહેનો સેવિકા ,તેડાગર બહેનો ને પ્રોત્સાહિત કર્યા હતા.
અંતરીયાળ વિસ્તારમાં આવેલા કદવાલ પંચાયતના નવાપુરા ,ચાકરીયા, વડલી અને પોઈલી આમ ત્રણ ગામોની આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમણે પ્રમુખ ભોજન આપી બાળકોને ખુશ કર્યા હતાં. વડલી પોઇલી આંગાણવાડી કેન્દ્ર ખાતે પાણીની વ્યવસ્થા માટે પુરવઠા અધિકારીને ટેલિફોનીક સંપર્ક કરી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું.
આવા અંતરિયાળ વિસ્તારોની મુલાકાત સમયે તેમની સાથે કદવાલ પંચાયતના સરપંચ રૂજલીબેન જામસિંગભાઈ, તાલુકા સદસ્ય સુથાર અમૃતાબેન વિજયભાઈ, આંગણવાડી બહેનો ઉપસ્થિતરહ્યા હતાં.