Chhota Udepur
પાવીજેતપુરના TPOનુ ભિખાપુરા ચોકડી ઉપર સરપ્રાઇજ ચેકીંગ ગુલ્લેબાજ શિક્ષકો ઉપર તવાઈ

પ્રીતમ કનોજીયા પાવીજેતપુર
છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા પંથકમાં શિક્ષણ વિભાગના ટીપીઓ દિનેશભાઈ રાઠવા અચાનક સ્કૂલના સમયે ભીખાપુરા ચાર રસ્તા પર ઉભા રહી મોડા આવતા શિક્ષકો ની વોચ કરી હતી અને સ્કૂલનો સમય 10 ..30 .નો છે અને નિયમિત પ્રમાણે સ્કૂલના સમયે સ્કૂલ પર હાજર નહિ હાજર થનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવું TPO દ્વારા જણાવવામાં આવ્યું હતું
શિક્ષક શાળા માં સમયસર હાજર રહે બાળકોને પૂરું શિક્ષણ મળી રહે અને મધ્યાહન ભોજન માં મળતું ભોજન સમય સર અને પૌષ્ટિક મળે તેવી પણ વાત જણાવી હતી ટીપીઓ ની અચાનક મુલાકાતથી અપડાઉન કરનારા શિક્ષકો તથા ગુલ્લેબાજ શિક્ષકો માં ખળભળાટ મચી ગયો હતો