Connect with us

Gujarat

પાવાગઢ ના પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલ ફૂટપાથ ઉપર દબાણો

Published

on

Pedestrian footpaths of Pavagadh

(સુરેન્દ્ર શાહ દ્વારા)

પાવાગઢ ખાતે પગપાળા કે સંઘ દ્વારા આવતા યાત્રાળુઓની સગવડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડની બંને સાઈડ પર ફૂટપાથ બનાવવામાં આવ્યો છે અને તેની પર રોડ સાઈડ પર રેલિંગ લગાવવામાં આવી છે 2014માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા તેમના શાસન દરમિયાન પાવાગઢ ના આ રોડને મંજૂરી આપવામાં આવી હતી તે વખતે રોડની બંને સાઈડ પર આરસીસીના ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ ફૂટપાથ પર યાત્રાળુઓને ચાલવાની જગ્યાએ નજીકમાં રહેતા લોકો દ્વારા પોતાના સાધનો પાર્ક કરી દેતા હોય છે પરિણામે યાત્રાળુઓ અને પગપાળા રસ્તો પસાર કરતા વ્યક્તિઓને તકલીફનો સામનો કરવો પડે છે.

Advertisement

Pedestrian footpaths of Pavagadh

આ ઉપરાંત અમુક જગ્યાએ ચા નાસ્તાની લારીઓ ખડકી દેવામાં આવી છે તથા ફૂટપાથ ની બંને બાજુએ ઝાડી ઝાંખરા થઈ ગયા નું નજરે પડે છે ગેરકાયદેસર પાર્કિંગ કરતાં તત્વો સામે પોલીસ વિભાગ અથવા આર&બી વિભાગ દ્વારા પગલાં ભરી આકરો દંડ વસૂલ કરી સબક શીખવાડવો જોઈએ જેથી કરીને પગપાળા માઈ ભક્તો અને સંઘમાં જતા યાત્રાળુઓને અકસ્માત નો ભય ના રહે આનંદીબેનના શાસનમાં તૈયાર કરવામાં આવેલ આ ફૂટપાથ બાદ યાત્રાળુ કે સંઘમાં જતા માણસનો અકસ્માત થયાનું ધ્યાનમાં નથી આવ્યુ ફૂટપાથ પર દબાણો કરતા તત્વો સામે લાલ આંખ કરી તેઓને સમજાવવું જોઈએ કે આ ફૂટપાથ માત્ર રાહદારીના ઉપયોગ માટે છે પાર્કિંગનું સ્થળ નથી.

Pedestrian footpaths of Pavagadh
* ફૂટપાથ ની બંને બાજુએ ઝાડી ઝાંખરા ઉંગી નીકળ્યા
* લોકોએ છાપરા બાંધી ફૂટપાથ ઉપર કબ્જો જમાવ્યો
* પદયાત્રી ઓની શૂરક્ષાને લઈ આ પગપાળા માર્ગ બનાવ્યો

Advertisement
error: Content is protected !!