Panchmahal
અડાદરા બજારમાં બારેમાસ ચોમાસુ ગટર ના પાણીથી રાહદારીઓ પરેશાન
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની અડાદરામાં સ્વચ્છ ભારત અભિયાન ના ધજાગરા ગ્રામ પંચાયત પાસે ગટર ના પાણી મુખ્ય બજાર માં ફરી વળતા અસહ્ય દુર્ગંધ મારતા રાહદારી ઓ પરેશાન દીવા તારે અંધારા સમાન ગ્રામપંચાયત ના વહીવટ દારો ને પ્રજાની હાલાકી દેખાતી નથી ધંધા રોજગાર માં પ્રથમ ક્રમે આવતા ગામના મુખ્ય વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ગટર ના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે ગ્રામપંચાયત પાસે, મુખ્ય બજારમાં, જાહેર માર્ગ ઉપર ગટર ઊભરાવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતા કીચડ થતો હોય નગરજાણો ને કાદવ માથી પસાર થવું પડે છે
ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે અને વહીવટદાર વહીવટો કરવામાં માથી નવરા થતાં ન હોય લોક સમસ્યા નુ નિરાકરણ આવતું નથી આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે તેવી વેપારીઓ તથા ગ્રામજનો ની માગ છે સ્થાનિકો લોક ચર્ચા મુજબ તલાટી કમ મંત્રી ક્યારે આવે છે અને ક્યારે જાય છે એ કોઈને ખબર પડતી નથી જ્યારે તલાટી નુ કામ હોય અને તેમનો ટેલિફોનિક સંપર્ક કરે તો તેના પ્રત્યુતર માં મારી પાસે 4 પંચાયત નો ચાર્જ છે જેથી સમય મળતો નથી તેવા ગુસ્સા ભર્યા સ્વર સાંભળવા મળેછે ત્યારે અમુક ચોક્કસ દિવસ અડદરા માટે ફાળવવામાં આવે જેથી લોકોના અટવાયેલા કામોનું નિરાકરણ લાવે એવી ગ્રામજનો માંગણી સાથે મોદી સરકાર ના સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવાની અપીલ કરી રહ્યા છે