Dahod
વડાપ્રધાન મોદી ની મન કી બાત ની સદી ના સાક્ષી બનવાની લોક તૈયારી

(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)
નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી દેશની પ્રજા સાથે વાત કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 ઓક્ટોબર 2014 ના દિવસથી ભારતના નાગરિકો સાથે અલગ અલગ મુદ્દાઓને લઈ વાત કરી રહ્યા છે. ભારતમાં વસતા દરેક લોકો 100 માં મન કી બાતનાં પ્રોગ્રામને જોવા ઉત્સુક જોવા મળી રહેલ છે અને આ કાર્યક્રમ દેશના દરેક વર્ગ એક અનોખા ઉત્સવ તરીકે આ પ્રોગ્રામને જોઈ રહ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોડે ભારતની જનતા પત્ર વ્યવહાર દ્વારા 100 માં એપિસોડને ખાસ બનાવવા માટે માંગ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી પણ આ ઉત્સવને ભારતની જનતા સાથે ઉજવી યાદગાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતની જનતા પણ અલગ અલગ માધ્યમ દ્વારા નરેન્દ્ર મોદીને નવાં નવાં સૂચનો મોકલી 100 માં એપિસોડને ઇતિહાસમાં લોકો યાદ કરે તે રીતે ઉજવવા પ્રયત્ન કરી રહ્યા છે.
ઝાલોદ નગર ભાજપ પરિવાર દ્વારા કાર્યકર્તાઓની ટીમ બનાવી અલગ અલગ શક્તિ કરણ બુથ પર લોકોને મોટા પ્રમાણમાં 100 મી મન કી બાતને જોવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ યાદગાર એપિસોડને વધુ યાદગાર બનાવવા ભાજપના સહુ કાર્યકર્તાઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.નગરના લોકોને સોશિયલ મીડિયા દ્વારા નરેન્દ્ર મોદીના 100 માં મન કી બાતનાં એપિસોડને જોવા અને યાદગાર બનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે અને આવા અવસરના સાક્ષી બનવા સહુ કોઈ જોડાય તેવા પ્રયાસો અને પ્રયત્ન કરાઈ રહ્યા છે.નગરના સહુ લોકો મોટા પ્રમાણમાં ભાજપના નજીકના શક્તિ કેન્દ્રમાં જોડાઇ 100 માં મન કી બાતના પ્રોગ્રામના સાક્ષી બને તેવું આયોજન ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ છે.