Panchmahal

લોકો બોલ્યા કાર પાણીપૂરી ખાવા ગઈ

Published

on

(ગોકુળ પંચાલ દ્વારા)

પરોલી ચોકડી ઉપર એક કારે બીજી કાર ને પાછળથી ટક્કર મારતા કાર પાણીપુરીની લારીમાં ઘૂસી ગઈ ઘોઘંબા તાલુકાના પરોલી ચોકડી ઉપર બારીયા તરફથી આવતી એક કારે પરોલી ત્રણ રસ્તા ઉપર અલટો કારને પાછળથી ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ઊભેલી પાણીપુરીની લારીમાં ઘૂસી ગઈ હતી.

Advertisement

પરંતુ સદનશીબે મોટી જાનહાની ટળી હતી ઘોઘંબા તાલુકાના દૂધ ડેરીમાં પોતાની વિઝીટ પટાવી પરત ફરતા કૃપાલસિંહ ગોહિલ પરોલી ચોકડી ઉપર પોતાની કાર સાઈડ મૂકી રહ્યા હતા તે દરમિયાન બારીયા તરફથી મનીષભાઈ પંચાલ પોતાની કાર લઈને વડોદરા જઈ રહ્યા હતા તે દરમિયાન પરોલી ત્રણ રસ્તા ઉપર અલટોને પાછળથી ટક્કર મારી હતી જેમાં બંને કારને નુકસાન સિવાય અન્ય મોટી ઘટના ટળી હતી

Advertisement

Trending

Exit mobile version