Surat
ટીપી રોડનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમને લોકોએ ઘેરી લીધી, ડિમોલિશન વગર પાછા ફર્યા
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં પૂર્ણા વિસ્તારની ટીપી સ્કીમના એક રસ્તો ખુલ્લો કરવા જતા પાલિકાની ટીમને ઘેરી લેવામાં આવી હતી. ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી ટીમને ઘેરી લેતા પાલિકાએ ડિમોલિશન કર્યા વિના પાછું ફરવું પડ્યું હતું.સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નંબર 20માં કારગીલથી ચોકથી નાલંદા વિધાલય તરફ જતો રસ્તો ટી.પી.રોડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ રોડ પર ઘેર કહી દે દબાણ છે તેને થોડા સમય પહેલા કેટલાક દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
આ સમયે પણ વિરોધ થતાં પાલિકાએ બાકીના દબાણ દૂર કર્યા ન હતા.જાહેર કરાયેલો આ રોડ 15 મીટરનો છે પરંતુ દબાણો અને બાંધકામોના કારણે આ રસ્તો સાત મીટર જેટલો માંડ ખુલ્લો હતો. જેના કારણે ટ્રાફિકની પારાવાર સમસ્યા થઈ રહી છે. પદુડા રહેલા આ દબાણ દૂર કરવા માટે ગુરૂવારે પાલિકાની ટીમ ફરી ગઈ હતી. અસરગ્રસ્તોએ આ ડિમોલીશનો વિરોધ કરી ટીમનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવતા વાતાવરણ ગરમાયું હતું અને પાલિકા ટીમ ડિમોલીશન કર્યા વગર પરત ફરી હતી.