Mahisagar
સંતરામપુર શહેરમાં CNG પંપ વ્હેલી તકે શરૂ કરવા લોક માંગ

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ઝાલોદ બાયપાસ રોડ ઉપર અદાણી કંપની નો CNG પંપ નાખવામાં આવેલ છે. જે પંપ તૈયાર થઈ ગયે અંદાજીત 3 મહિના સુધીનો સમયગાળો થઈ ચૂકેલ છે. પરંતુ આ CNG પંપ હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. અત્યાર સૂધી માં પંપ ચાલુ કરવાના ત્રણ મુહર્ત કાઢવામાં આવ્યા પરંતુ કોઈ ને કોઈ કારણસર તેનું ઉદઘાટન થઈ સક્યુ નથી
જેના કારણે CNG વાપરતા ઉપભોક્તા ને હાલાકી નો સામનો કરી રહ્યા છે અને ગેસ પુરાવા માટે દૂર સુંધી જવું પડેછે આ પંપ હજુ સુધી ના ચાલુ થવાનું કારણ સ્પષ્ટ બહાર આવતુ નથી. તેથી પંપ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)
