Connect with us

Chhota Udepur

મોટી બેજ જિલ્લા પંચાયતના સદસ્ય સામે લોકોની નારાજગી ભાજપ માટે હારનું કારણ બનશે

Published

on

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર યોજનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને બંને વચ્ચે કટોકટીનો જંગ છે તેવામાં મોટી બેજ જિલ્લા પંચાયતના સદસ્ય સામે લોકોની નારાજગી ભાજપને ભારે પડે તેવી પરિસ્થિતિ છે. જિલ્લા સદસ્ય મહિલા હોવાથી તેઓ ઘરની બહાર નીકળતા નથી તેમના પતિ શિક્ષક હોય તેઓને તેમ પણ ટાઈમ મળતો નથી જેથી સ્થાનિક પ્રજા ભાજપ સામે નારાજ છે ચૂંટણી સમયે જ્યારે મત જોઈતા હતા ત્યારે મતદારોને પોતાના સમજી મત માગતા નેતાઓ ચૂંટણી પછી પારકા થઈ જતા લોકો રોષે ભરાયા છે.
મોટી બેજ જિલ્લા પંચાયતના મતવિસ્તારમાં રસ્તા, પાણી તેમજ અનેક સમસ્યાઓ જે તે પરિસ્થિતિમાં છે જેના કારણે લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે કામ હોય ત્યારે મતદારો પોતાના જિલ્લા સદસ્યને ફોન કરેછે ત્યારે તેઓ કોઇ પણ મતદાર નો ફોન ઉપાડતા નથી અને ઉપાડેતો જાણે ધુતકારતા હોય તેવી ભાષામાં જવાબ આપેછે મત માંગવા આવ્યા ત્યારે ગાય અને જીત્યા બાદ સિંહ બની ગયેલા જિલ્લાસદસ્યને કારણે મોટીબેજ જિલ્લા પંચાયતના મતદારો કોંગ્રેસમાં ઘર વાપસી કરશે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે.

 

Advertisement

જિલ્લા પંચાયતના સદસ્ય મનીષા બહેન રાઠવા જીત્યા પછી મતદારોને ભૂલી ગયા હોય એમ આ વિસ્તારમાં ફરક્યા જ નથી અને આ વિસ્તારમાં વિકાસનું કામ થયું હોય તેવું લોકોને લાગતું જ નથી કે આ વિસ્તારમાં કામ દેખાતું પણ નથી. જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે માથે ઓઢી વડીલોને પગે લાગતી મહિલા સદસ્ય જીત્યા બાદ મતદારોને પોતાની સમસ્યા દૂર કરવા માટે જિલ્લા સદસ્યને પગે લાગવું પડે તેવા ઘાટછે સોના જેવી મોટીબેજ જિલ્લા પંચાયતમાં લોઢાની મેખ જેવા ઉમેદવારને કારણે પ્રજાના પાંચ વર્ષ માથે પડ્યા છે મતદારો પ્રત્યેની અવગણના અને લોકોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ નિવડેલા સદસ્યના કારણે છોટાઉદેપુર બેઠક ભાજપ માટે લોઢાના ચાવવા સમાન છે
જશુભાઈ રાઠવા કરતા આ વિસ્તારમાં સુખરામભાઈ રાઠવાનું છે વર્ચસ્વછે તેઓ લોકોના સુખ દુઃખમાં ઊભા રહ્યા છે ધારાસભ્ય હતા ત્યારે તેમણે મતદારોના ઘણા કામો કર્યા છે જેના કારણે આ વિસ્તારમાં તેમનું માન છે ત્યારે મતદારો મોટીબેજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મત આપી છેતરાયા હોવાને લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જેથી લોકસભામાં મતદારો આ વખતે કોંગ્રેસને મત આપશે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે
મોટીબેજ જિલ્લા સદસ્યની બેકદરકારીનો ભોગ ભાજપ બનશે? ભાજપ મોવડી મંડળ આવા સદસ્ય સામે શિક્ષાત્મક પગલાં લઈ પ્રજાની અવગણના બદલ આ સદસ્યને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો મોટીબેજ જિલ્લા પંચાયતના સદસ્યની ભૂલ ભાજપ માટે હારનું કારણ બનશે

 

Advertisement
  •  મોટીબેજ ની જિલ્લા પંચાયત ના મતદારો ભાજપ સામે નારાજ છે ચૂંટણી સમયે મત જોઈતા હતા ત્યારે મતદારોને પોતાના સમજી મત માગતા નેતાઓ ચૂંટણી પછી પારકા થઈ જતા રોષ
  • મત માંગવા આવ્યા ત્યારે ગાય અને જીત્યા બાદ સિંહ બની ગયેલા જિલ્લાસદસ્યને કારણે મોટીબેજ જિલ્લા પંચાયતના મતદારો કોંગ્રેસમાં ઘર વાપસી કરશે
  • જિલ્લા સદસ્ય કોઈનો ફોન ઊપડતાં નથી અને ભૂલેચૂકે ઉપાડેતો ધુતકારતા હોય તે રીતે વાત કરતાં હોવાની લોકચર્ચા
  •  ચૂંટણી સમયે માથે ઓઢી વડીલોને પગે લાગતી મહિલા સદસ્ય જીત્યા બાદ મતદારોને પોતાની સમસ્યા દૂર કરવા માટે જિલ્લા સદસ્યને પગે લાગવું પડે તેવા ઘાટ
  • સોના જેવી મોટીબેજ જિલ્લા પંચાયતમાં લોઢાની મેખ જેવા ઉમેદવારને કારણે પ્રજાના પાંચ વર્ષ માથે પડ્યા છે
  •  મોટીબેજ જીલ્લા પંચાયત 400 પાર સપના જોતી ભાજપ માટે “ઘાત” છે
Continue Reading
Advertisement
error: Content is protected !!