Dahod
બારેમાસ ગંદકી: સંજેલી તાલુકા સેવાસદનમાં ગટરના ગંદા પાણીનો પ્રવેશ ચારેકોર દુર્ગંધ ફેલાઈ
સંજેલી ખાતે ઝાલોદ રોડ પર ગંદા પાણી બારેમાસ જોવા મળે છે જેને લઈ નાના મોટા અકસ્માતોના બનાવ પણ બને છે દુર્ગંધ મારતા ગંદા પાણીઓ રોડ પર વહેતા હોઈ છે જેને લઈ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે, રાહદારીઓ સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો પડતો હોય છે ફૂલ સ્પીડે આવતા વાહનો રાહદારીઓને પણ ગંદકીનો સ્વાદ ચખાડતા હોઈ છે જેને લઈ કપડાઓ પણ ખરાબ થતા હોય છે ગંદકી એટલી હદે વટી ગઈ છે છે સંજેલી તાલુકા સેવાસદન ખાતે ગટરના પાણીએ પ્રવેશ કર્યો હતો ચારેકોર ગટરના દુર્ઘધ મારતા પાણીને લઈ અરજદારો સહિત ગ્રામજનોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો,
સેવસાદન ખાતે ગટરના દુર્ઘધ મારતા પાણી ચારેકોર પ્રસરી જવા પામ્યા હતા નગરમાં સાફ-સફાઈ અને ભૂગર્ભ ગટરના પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રજાજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો પડે છે જેને લઈ નગરમાં પ્રાથમિક સુવિધાઓમાં પ્રજાએ વલખા મારવા પડે છે ત્યારે ભૂગર્ભ ગટરના અભાવના લઈ નગરમાં ચારેકોર ગટરના ગંદા પાણીઓ નદીઓની જેમ રોડ પર વહેતા હોઈ છે સંજેલી સેવાસદન ખાતે પ્રવેશ ગેટ આગળથી ગટરના ગંદા પાણીએ પ્રવેશ કરી મેન રોડ પર પાણી વહેતા થયા હતા તંત્રની પોલ ઉઘાડી પાડી હતી, બારેમાસ વહેતા ગંદા પાણીઓ માંથી પ્રજાજનોને મુક્તિ આપવામાં આવે તેવી પ્રજાની લોક માંગ ઉઠી છે