Dahod
આદિવાસી સમાજની દીકરી પર થયેલ દુષ્કર્મના વિરોધમાં આવેદનપત્ર

પંકજ પંડિત
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ તારીખ 27-06-2023 ના રોજ મનસુખ રતન કટારા ( આદિવાસી સમાજના અગ્રણી ) દ્વારા આદિવાસી સમાજના અન્ય આગેવાનોને સાથે રાખી આદિવાસી સમાજની ચાર વર્ષની માસુમ દીકરી પર થયેલ દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમજ પલસાણાના બલેશ્વર ખાતે સંસ્કાર વિધાસંકુલ ખાતે જી.એન.એમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીનું રહસ્યમય મોત થયેલ છે તેની તટસ્થ તપાસ કરી આવી વિકૃત પ્રવૃત્તિ કરનારા ઇસમોને ફાંસીની સજા આપે તેવી માંગ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાવોના સૂત્ર દ્વારા દીકરીઓને આગળ લાવવાના પ્રયત્ન થઇ રહેલ છે પરંતુ આ સૂત્ર આ કિસ્સામાં સાર્થક થતું જોવા મળી રહેલ નથી. અમુક નરપીસાચો દ્વારા દીકરીઓને કલંકિત કરતી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તો આવા લોકોને કાયદાની રાહે કડકમાં કડક સજા મળે તેવી માંગ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.
- આદિવાસી સમાજની ફક્ત ચાર વર્ષની માસુમ દીકરી પર થયેલ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ