Gujarat

અસારડી ના ભૂમાફિયા સામે સર્વ સમાજ સેના દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

પંચમહાલ જીલ્લા સર્વ સમાજ સેના દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગોધરા તાલુકાના અસારડી ગામે સરવે નંબર 421 માંથી ઠાકોર હિતેશસિંહ કિરણસિંહ,ઠાકોર હરિસિંહ કિરણસિંહ વિગેરે નામના વ્યક્તિઓ રગેરકાયદેસર રેતી ખનન કરી અને તે રેતીને તેમના ઘરે સ્ટોક કરીને બહારના ભુ માફિયાઓને પોતાના અંગત સ્વાર્થ માટે વેચી રહ્યા છે  આ લોકો પાસે કોઈપણ પ્રકારના ના રોયલ્ટી પાસ, પરવાનગી, લાયસન્સ નથી તેમ છતાં આ રીતે બે ફામ મનફાવે તેમ રેતી ખનન કરી સરકારી તિજોરી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જો કોઈ ગામનો વ્યક્તિ તેમની સામે અવાજ ઉઠાવે છે તો તેને ધાક ધમકી આપે છે માટે

Advertisement

આજરોજ પંચમહાલ લોકસભા ના અપક્ષ ઉમેદવારો અને સર્વ સમાજ સેના ગુજરાત સાથે પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું. હવે જોવાનું રહ્યું કે આ ભૂ માફિયાઓ ઉપર ક્યારે અને કંઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે

Advertisement

Trending

Exit mobile version