Gujarat

સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CRBT પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે સેવાલિયા મામલતદારને આવેદનપત્ર

Published

on

હાલ ગુજરાતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયા CRPT પદ્ધતિ દ્વારા લેવાઈ રહી છે. પરતું છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે. અને બીજી મુશ્કેલી એ છે કે એક થી વધારે શિફ્ટ માં પેપર લેવાતા પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખુબજ સરળ હોય તો ક્યારેક ખુબજ અઘરું નીકળે છે, અને પછી નોર્મલાઈઝેશન પદ્ધતિ નો ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં તુલનાત્મક માપદંડો જાળવતાં નથી. જેથી પરીક્ષાર્થીઓ માટે આ નોર્મલાઈઝેશન પદ્ધતિ નુકશાનકર્તા છે. જેથી આજરોજ પરીક્ષાર્થી યુવાનોએ સેવાલિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો.

આવેદનપત્રમાં  જણાવ્યા અનુસાર પરીક્ષાર્થીઓએ ખાસ કરીને ફોરેસ્ટના ઉમેદવારોએ ગૌણ પસંદગી મંડળ દ્વારા જે પરિણામો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમાં માત્ર નામ જાહેર કરવામાં આવ્યા ન હતા તેના બદલે દરેક ઉમેદવારના નોર્મલાઈઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. તે જણાવવા રજૂઆત કરાઈ હતી અને સાથે જ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવે  તેવી પણ માંગ કરાઈ હતી. આ આવેદન નાયબ મામલતદાર દ્વારા સ્વીકારમાં આવ્યું હતું અને આ આવેદનમાં ઘટતું કરી આવેદન આગળ મોકલી આપવાની પણ બાંહેધરી આપવામાં આવી છે.

Advertisement

 

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

Advertisement

ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version