Uncategorized
ફીર ભી દિલ હે હિંદુસ્તાની, USA માં “કેર ફોરએવર એડલ્ટકેર સેન્ટર” માં ગીતાજયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
(અવધ એક્સપ્રેસ,ન્યૂ જર્સી)
ન્યૂ જર્સી (એડિસન) સ્થિત કેર ફોરએવર એડલ્ટ કેર સેન્ટરને આશ્રયે આયોજિત, ગીતાજંયતી અંતર્ગત, ગીતાપૂજન-આરતી પોથીયાત્રા અધ્યાય વાંચન ,ગીતાવક્તવ્યનો સંસ્કૃતિ-કાર્યક્રમ ૫રિવારના સભ્યો દ્વારા શ્રધ્ધાભક્તિસભર સહભાગિતાથી સંપુર્ણ થયો. વિદેશ માં વસતા ભારતીયોએ સાત સમંદર પાર પણ ભારતીય સંસ્કૃતિને અખંડ રાખીછે
કાર્યક્રમને પ્રારંભે પ્રાર્થના રૂપે ગીતા શ્લોકોચ્ચાર બાદ કાર્યક્રમ સંયોજક પલ્લવીબેન દવેએ ગીતા સંદેશનો પરિચય આપતાં જણા્વ્યું કે ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતા અનેક ગંત્રોમાં ‘ ભાગવત ગીતા નું આગવું સ્થાન છે જેથી ગીતાજયંતીની ઉજવણી થાય છે કારણકે ગીતામાં છે તે ક્યાય નથી અને ક્યાય નથી એ ગીતા માં છે,
આ પ્રસંગે સેન્ટરનાં ભાઈબેનો દ્વારા કુમકુમ પુષ્પો થી ગીતા પૂજન કરી તેની અરતી ઉતારવામાં આવી. ત્યારબાદ ગીતા અધ્યાય (૧૨ અને ૧૫)નું સમૂહ વાંચન કરી સંગીત સથવારે પોથીયાત્રા કાઢવામાં આવી જેનો સૌએ દર્શન-પૂજનનો લાભ લીધો.
સમાપન વક્તવ્ય માં ગીતાવિશે સ્વકાવ્યરચના ડૉ,આર-પી.પટેલે દ્વારા. રજૂ કરી જણાવ્યું હતું કે
ગીતા માત્ર હિન્દુઓનો જ નહિ પરંતુ વિશ્વ ના તમામ માનવમાત્ર ને રાહ ચિંધનાર માનવ કલ્યાણ નો વૈશ્વીક ગ્રંથ છે
જેના પાને પાને પ્રત્યેક ના જીવન સમસ્યા નો ઉકેલ છે.”
અંતમાં, વિદેશની ભૂમિ પર ગીતાજયંતિ ની ઉજવણી થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સંસ્થા ના સંવાહકો હિતેશભાઈ, દેવેન્દ્ર ભાઈ, કેતનભાઈ, દક્ષા બેન, વગેરે એ આ કાર્યક્રમના સહયોગી સેન્ટરનાં કર્મચારીઓ તથા સિનિયર્સ ભાઈબહેનો નો આભાર માન્યો હતો ,