Uncategorized
રાજગઢ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે મહિલા અધિકારી એસ.બી. બુટિયાએ ચાર્જ સંભાળ્યો
(ઘોઘંબા)
ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પી.આઇ. તરીકે મહિલા અધિકારી એસ.બી. બુટિયા એ ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ ગોધરા ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા જ્યાં મહિલા સંબંધિત કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રાજગઢ પોલીસ સ્ટેશનને હાજર થતા રાજગઢ પોલીસ સ્ટાફ તથા ગ્રામજનોએ તેમનું ફુલહાર તથા પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગુજરાત પોલીસ અને પોલીસ સ્ટેશનોમાં આધુનિકતા સાથે હવે પરિવર્તન આવવા લાગ્યા છે. ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી પી.એસ.આઇ મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા હતા પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર લગામ કસ્વા માટે તાલુકાના પોલીસ સ્ટેશનમાં હવે પી.આઇ ની ફરજિયાત નિમણૂક કરવામાં આવી હતી. રાજગઢ અને દામાવાવ પોલીસ સ્ટેશનને પી.આઇ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં દામાવાવ પોલીસ મથકમાં પી.આઇ એ ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પીઆઇ ની નિમણૂક પ્રક્રિયા બાકી હતી જે પૂર્ણ થઈ હતી.
રાજગઢ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ તરીકે આર.એસ રાઠોડ કાર્યભાર સંભાળતા હતા તેઓ ટ્રેનિંગમાં જવાના હોય આજથી રાજગઢ પોલીસ સ્ટેશન નો કાર્યભાર મહિલા પી.આઈ. એસ.બી.બૂટિયાએ સંભાળ્યો હતો. નવા પીઆઇ 2019 ની સીધી ભરતીમાં પસંદગી પામી ફરજમાં જોડાયા હતા. રાજગઢ પોલીસ સ્ટેશનમાં આવ્યા અગાઉ તેઓ ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા જ્યાં મહિલા સંબંધીત કેસોમાં તેમની કામગીરી પ્રશંસનીય હતી. ઘોઘંબા તાલુકામાં મોટાભાગના કેસો મહિલા સંબંધીત હોય છે જેથી રાજગઢ પોલીસ સ્ટેશન માં મહિલા પી.આઈના આગમન થી આવા કેસો માં ઘટાડો થશે પોતાના ફરજ પ્રત્યે નિષઠાવાન એવા પોલીસ ઈન્સ્પેકટર એસ.બી બુટીયા નું રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી તથા ગ્રામજનોએ ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા