Gujarat

સળિયા ચોરીના ગુનો શોધવામાં નિષ્ફળતા બદલ PI સસ્પેન્ડ : SOG એ પર્દાફાશ કરી એક કરોડનો મુદ્દામાલ ઝડપ્યો

Published

on

આણંદ જિલ્લાના તારાપુર પોલીસ મથકના પીઆઇને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ રેન્જ આઈજીપી દ્વારા સસ્પેન્ડ દાખવવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.આણંદ એસઓજીએ તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં ટ્રકમાંથી સળીયા કાઢી લેવાનું મસમોટું નેટવર્ક પકડ્યુ હતું.જેમાં છ શખસની ધરપકડ કરી, છ ટ્રક, સળીયા સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ગુનો શોધવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાએ તારાપુર પીઆઈનો ભોગ લઈ લીધો છે.ઉચ્ચઅધિકારીનો આ અણધાર્યા નિર્ણય પોલીસ બેડામાં ફરજ બેડરકારી અને નિષ્કાળજી દાખવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ધાક જમાવી છે.

તારાપુર પી.આઈ. વિજયદાન ચારણને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા પોલીસ વિભાગમાં મચ્યો છે.આ અંગે ખંભાત ડીવાયએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આણંદ એસઓજી પોલીસે મહિયારી સીમમાં ગામમાં દરોડો પાડી લોખંડનાં સળિયા સાથે છ ટ્રકો ઝડપી પાડી લોખંડના સળિયા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જે ગુનો શોધવાની નિષ્ફળતાને લઈ તારાપુર પી.આઈ.વિજયદાન ચારણને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ કેસ સંદર્ભે હવે ઉચ્ચ અધિકારીના આદેશ મુજબ ઇન્કવાયરી થશે અને તે તપાસમાં જે નિર્ણય લેવાશે તે મુજબ આગળની કાર્યવાહી થશે.શુ હતો સમગ્ર મામલો?

Advertisement

આણંદ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, તારાપુરથી વટામણ જવાના રોડ પર આશીષ હોટલની પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મહિયારી ગામની સીમવાળા પડતર ખેતરમાં સંજયસિંહ સરવૈયા (રહે. ભાવનગર) લોખંડના સળીયા ભરેલી આખી ટ્રકમાંથી કેટલાક સળીયાનો માલ ગેરકાયદેસર રીતે કાઢી તેની ખરીદી કરે છે. આ બાતમી આધારે એસઓજીની ટીમ બનાવી 2જી ફેબ્રુઆરીની વ્હેલી સવારે દરોડો પાડ્યો હતો. આ દરોડાના પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે વિસ્તાર કોર્ડન કરી સ્થળ પર હાજર છ શખસને પકડી લીધાં હતાં. જેમાં દરોડા સમયે એક ટ્રક પર બે શખસ સળીયાની ભારી અન્ય ટ્રકમાં ઉતારતા જણાયાં હતાં. જેની પુછપરછ કરતાં તે સંજયસિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા (રહે. ભોજપરા, ભાવનગર) અને બીજો શખસ ભુપતસિંહ જીલુભા કામળીયા (રહે. કણમોદર, તા. મહુવા, જિ. ભાવનગર) હોવાનું જણાવ્યું હતું.

ભુપતસિંહ તે ટ્રકનો ચાલક હતો અને તેની પુછપરછ કરતાં તેણે શિહોરના ઘાંઘળી ખાતેથી સળીયા ભરી મારૂતી સ્ટીલ વડોદરા ખાતે ડીલીવરી કરવા જવા નિકળ્યાં હતાં.આ લોખંડની કેટલીક ભારીઓ સંજયસિંહ સરવૈયાને વેચવા માટે આપ્યાં હતાં. જે માટે સંજયસિંહે સળીયાના ભારી દીઠ રૂ.ત્રણ હજાર આપતો હોવાનું કબુલ્યું હતું. આ અંગે સંજયસિંહની અટક કરી પુછતાં તે છેલ્લા પંદર દિવસથી ભાવનગરથી સળીયા ભરી આવતી ટ્રકના ડ્રાઇવરનો સંપર્ક કરી ટ્રકમાં ભરેલા સળીયાની ભારીઓ પૈકી કેટલીક ભારીઓ વેચાણથી લેતો હતો. જે પડતર ખેતરમાં મુકેલા પોતાના ટ્રકમાં ભરી વેચતો હતો. આમ એક પછી એક ટ્રક ચાલકની પુછપરછ કરતાં તેઓને બારી દીઠ રૂ.ત્રણ હજારથી પાંચ હજાર આપી ખરીદી લેતો હતો.

Advertisement

આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસે હાજર અન્ય ટ્રક ચાલકોની પુછપરછ કરતાં ટ્રકના ડ્રાઇવર ભાવનગરથી લોખંડના સળીયાની ભારીઓ ભરી અલગ અલગ જગ્યાએ ડિલીવરી આપવા જવા નિકળ્યાં હતાં અને સંજયસિંહ સરવૈયા (રહે. ભાવનગર)ને પોતાના ટ્રકમાં ભરેલા લોખંડના સળીયાની ભારીઓ પૈકી કેટલીક ભારીઓ ગેરકાયદેસર રીતે વેચાણ આપવા માટે આવ્યાં હતાં. આ બદલ સંજયસિંહ સરવૈયા તેઓને ત્રણ હજાર, સાડા ત્રણ હજાર રકમ ચુકવતો હતો. ટ્રકોમાં ભરેલા લોખંડના સળીયાની ભારીઓના બિલ અંગે કોઇ આધારભુત પુરાવો પણ રજુ કર્યો નહતો. આથી, પોલીસે છ ટ્રક કિંમત રૂ.48 લાખ, સળીયા 54.60 લાખ, ગ્રાઈન્ડર કટર મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટો, રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.1,02,92,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સળીયાની ચોરીના નેટવર્કમાં પકડાયેલા તસ્કરો

  • સંજયસિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા (રહે.ભોજપરા, મોટી ફળી, ભાવનગર)
  • ભુપતસિંહ જીલુભા કામળીયા (રહે.કણમોદર, તા. મહુવા, જિ. ભાવનગર)
  • વિક્રમ માલુભાઈ ઉધેડીયા (રહે. ભોળાદ, તા. શિહોર, જિ. ભાવનગર)
  • સંજય વિઠ્ઠલભાઈ ખસીયા (રહે. ભડલી, તા. શિહોર, જિ. ભાવનગર)
  • મુસ્તુફા યુસુફ સંધી (રહે. શિહોર, ભાવનગર)
  • સંજય પ્રેમજીભાઈ ચાવડા (રહે. શિહોર, ભાવનગર)

Trending

Exit mobile version