Kheda
સેવાલીયા-ડાકોર રોડ અંગાડી પાસે પિકઅપ ડિવાઈડર પર ચઢી ગઈ,કોઈ જાનહાની નહિ

રીઝવાન દરિયાઈ
સેવાલીયા-ડાકોર રોડ બનાવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે પણ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી વારંવાર ક્યાંકને ક્યાંક રોડ ખરાબ,ખાડાઓ પડવાની,ડિવાઈડર તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે અને અંગાડી પાસે રામદેવપીર મંદિરથી થોડે દુર સુધી ડિવાઈડર બનાઈને અધુરો મૂકી દેવાયો છે જેને લઈને અત્યાર સુધીમાં 5 થી 6 વાહનો ડિવાઈડર પર કોઈ ચિન્હ કે બોર્ડ ન હોવાથી ચઢી જવાની ઘટના બની ચુકી છે.
આજ રોજ સાંજના સમયે એક પિકઅપ ડાલુ નંબર MP 11 G 5789 બોર્ડ કે ચિન્હ ન હોવાથી ડિવાઈડર પર ચઢી ગઈ હતી સદનસીબે સામેથી કોઈ વાહન ન આવતા કોઈ જાનહાની થઈ ન હતી વારંવાર બનતી ઘટનાઓને લઈને આસપાસના સ્થાનિકો દ્વારા વારંવાર અકસ્માત સર્જાવાની ઘટનામાં કોઈના જીવનું જોખમ ન થાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા ડિવાઇડરનું કામ પૂર્ણ કે બોર્ડ કે ચિન્હ લગાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે