Gujarat

મહાકાળી ઘર માં અજવાળા કરશે ની આશાએ આવેલા યાત્રિકો બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે અંધારામાં પદયાત્રા કરવા મજબૂર

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે.જેને લઇ રાજ્ય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે લાખ્ખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કર્યાં છે.જેમાં પાવાગઢ નીચેથી માંચી સુધી ચાર માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવામાં આવ્યો છે અને પાવાગઢ માંચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઈટ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે, તે સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.

Advertisement

રોજ બ રોજ તો ઠીક આવતીકાલે ગુરુવારના રોજથી આરંભ થતી આસો નવરાત્રી માં પણ આ લાઈટો બંધ હાલતમાં હોવાને કારણે પગપાળા ચાલતા આવતા માઇ ભકતો ને રાત્રીના સમયે પોતાના જોખમે અને મોબાઈલ ની લાઈટ ના સહારે જતા જોવા મળ્યા હતા. પાવાગઢ જંગલ વિસ્તાર હોવાથી રાત્રીના સમયે હિંસક પશુ ઓનો પણ ભય હોય છે.જેને લઈ યાત્રિકોને ભય ના માહોલ માં આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે. યાત્રિકો માટે લાખ્ખો કરોડોના ખર્ચે કરેલી સુવિધા હાલમાં શોભાના ગાંઠિયા સમાન સાબીત થયા છે.એક તરફ વહીવટી તંત્ર નવરાત્રી દરમ્યાન કરવી પડતી તૈયારીઓ કાગળ ઉપર ઘોડા દોડાવી કરી દે છે પરંતુ જોવા જઈએ તો કેટલીક જગ્યાએ નાની ખામીઓ જોવા મળતી હોય છે પરંતુ આ નાની ખામી ઓ જ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે.

Advertisement

Trending

Exit mobile version