Chhota Udepur
મહારાષ્ટ્ર ધુલે જિલ્લા ના પાનખેડા ખાતે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે આયોજન ની બેઠક યોજાઇ
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ તા.૨૪
આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છેલ્લા ૩૨ વર્ષ થી ભારતમાં આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યોમાં દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરીમાં આયોજિત કરવામાં આવે છે, જે અત્યાર સુધીમાં ગુજરાત, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એમ પાંચ રાજ્યોમાં વારાફરતી આયોજિત કરવામાં આવે છે જે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી ૨૦૨૫ માં મહારાષ્ટ્રમાં ધુલે જિલ્લા ના પિપલનેર નજીક ના પાનખેડા ખાતે યોજાનાર છે જેનાં આયોજન અંગેની બેઠક આજે પાનખેડા મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી.જેમાં આયોજિત થનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે તમામ પ્રકારની સ્થાનિક સમિતિઓ બનાવવામાં આવી હતી અને મહાસંમેલન થનાર સામાન્ય ખર્ચ ને પહોંચી વળવા માટે યથાશક્તિ સ્વેચ્છાએ અનુદાન એકત્ર કરવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પાનખેડા ના આદિવાસી એકતા પરિષદ નાં સ્થાનિક સક્રિય કાર્યકર કૈલાસભાઈ પવારને અગીયાર લાખની ઐતિહાસિક રાશિ ચેક દ્વારા આયોજન સમિતિ ને સુપ્રત કરી મહાસંમેલન માટે અનુદાન એકત્ર કરવા માટે ની શરૂઆત કરાવી હતી.
બેઠક માં આદિવાસી એકતા પરિષદ ના મહાસચિવ અશોકભાઈ ચૌધરી, આદિવાસી એકતા પરિષદ નાં આ વર્ષ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.શાંતીકર વસાવા તેમજ અધ્યક્ષ મંડળના સભ્યો સહિત રાજસ્થાન, દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજ્ય નાં આદિવાસી એકતા પરિષદ ના સક્રીય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લામાં થી આદિવાસી એકતા પરિષદ ગુજરાત નાં અધ્યક્ષ શનીયાભાઈ રાઠવા તેમજ વાલસિંગભાઈ રાઠવા, ટીનાભાઇ ભીલ,સંજયભાઈ તલાટી, કિર્તનભાઈ રાઠવા સહિત ના કાર્યકરો બેઠક માં સામેલ થયા હતા
.