Chhota Udepur

પાવીજેતપુરના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, ત્યારે અમન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઔદ્યોગિકરણનો વિકાસ થયો છે તે સારી વાત છે, તેનાથી વિવિધ ઉત્પાદનોને લઇને આપણે સ્વાવલંબી બન્યા છે. ઘરઆંગણે વિવિધ વસ્તુઓના ઉત્પાદનથી રોજગારીની તકો પણ વધી છે.

Advertisement

પરંતું તેની સાથેસાથે આપણે પર્યાવરણ તરફ પણ નજર નાંખવી પડશે. પર્યાવરણની જાળવણી માટે વધુને વધુ વૃક્ષો રો‍પાય તે માટે શહેરી વિસ્તાર સહિત ગ્રામિણ સ્તરે પણ વૃક્ષારોપણનો વ્યાપ વધારવા આગળ આવવું પડશે. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ગ્રામ્ય સ્તરે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અન્ય લોકોપયોગી પ્રવૃત્તિની સાથેસાથે વૃક્ષારોપણ બાબતે પણ જાગૃતતા અપનાવાય તે વાત સરાહનીય ગણાય.

Advertisement

Trending

Exit mobile version