Astrology

અગાસી પર છોડ લગાવવા શુભ કે અશુભ, શું થાય છે તમારા જીવન પર એનો પ્રભાવ?

Published

on

વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે છોડને ઘર પર લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. ઝાડ-છોડને ઘર માટે શુભ માનવામાં આવે છે. એવી જ રીતે કેળાના ઝાડને વાસ્તુમાં ખુબ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો બાલ્કનીમાં કેળાનું ઝાડ લગાવે છે, તો કેટલાક લોકો ઘરની અગાસી પર. તો ચાલો જાણીએ કેળાને ઝાડને અગાસી પર લગાવી શકાય કે નહિ.

કેળાના ઝાડને અગાસી પર લગાવવું યોગ્ય કે નહિ?

Advertisement

ભગવાન વિષ્ણુનો સીધો સંબંધ કેળાના ઝાડ સાથે છે. ગ્રહોમાં, કેળાનું ઝાડ ગુરુ સાથે સંબંધિત છે. રાહુ ઘરની છત પર છે. આવી સ્થિતિમાં, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ અને રાહુ એકસાથે ન હોવા જોઈએ, રાહુ ગુરુને નબળા બનાવે છે.

ધાર્મિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને રાહુનું દમન કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને ગુરુનો સંબંધ કેળા સાથે છે. ગ્રહોની ગણતરી મુજબ રાહુની સાથે ગુરુ નબળો પડે છે. આવી સ્થિતિમાં લોકો ગ્રહોની ગણતરી અને ધાર્મિક માન્યતાઓને લઈને દુવિધામાં રહે છે. છત પર કેળાનો છોડ વાવો ત્યારે આ બંને દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખો.

Advertisement

જો તમે તમારા ટેરેસને સજાવવા માટે કેળાનો છોડ લગાવવા માંગો છો તો ભૂલથી પણ ન લગાવતા. આમ કરવાથી તમારો ગુરુ નબળો થઈ જશે, જેના કારણે તમારા જીવન પર મુશ્કેલીના વાદળો છવાઈ જશે. જો તમારે કેળાની પૂજા કરવી હોય તો તમે તેને અગાસી પર લગાવી શકો છો.

 

Advertisement

 

 

Advertisement

Trending

Exit mobile version