Surat

ભીખ માંગવા આવતી મહિલાઓ મોબાઇલ ચોરીને આપતી અંજામ

Published

on

સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત

વહેલી સવારે લોકોના ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપતી કંજર ગેંગના છ લોકોની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અજય ઉર્ફે અહેમદ રાજનટ, રવિ રાજનટ મન્યા રાજનટ, રાયન રાજનટ સલમા, રાજનાથ અને હીના રાજનટને ઝડપી પાડવામાં આવી છે. 4 મહિલા સહિત 6 લોકોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અને આ તમામને ડીંડોલી કંજરવાડ ખાતેથી પકડવામાં આવ્યા છે, તેમની પાસેથી 51 મોબાઇલ કે જેની કિંમત 3,35,500 રૂપિયા થાય છે તે જપ્ત કરાયા છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી આ ગેંગના સભ્યો ગુજરાત રાજ્યના વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત તથા મહારાષ્ટ્રના મુંબઈ થાણે અને પુણે જેવા શહેરોમાં સવારના સમયે ખુલ્લા મકાનમાં ઘૂસી મોબાઇલની ચોરી કરતા હતા.

Advertisement

સુરતમાંથી જે મોબાઇલની ચોરી કરતા હતા તે મોબાઈલ આ ઈસમો મુંબઈમાં વેચતા હતા અને મુંબઈમાંથી જે મોબાઇલની ચોરી કરતા હતા તેનું વેચાણ આ ઇસમો ગુજરાતમાં આવીને કરતા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કંજર ગેંગના છ સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ ગેંગ સવારથી જ આવીને ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આ ગેંગનાં સભ્યો સવારે લોકો જ્યારે પોતાના ઘરે કામમાં હોય અથવા. ઓફિસ કે નોકરી જવાની તૈયારી કરતા હોય ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હોય તેવા સમયે આ ગેંગનાં સભ્યો મોંઘા દાટ મોબાઈલ અથવા તો રૂપિયાની ચોરી કરીને ભાગી જતાં હતાં. પોલીસે આ ગેંગનાં સભ્યોને ઝડપી પાડી 30 જેટલા ગુનાઓ ડીટેક્ટ કર્યા છે. હજુ પણ પૂછતાછમાં આ ગેંગ અનેક ગુનાઓ કબુલી શકે છેઆ ગેંગની મુખ્ય ખાસિયત એ છે કે મોટા ભાગની ચોરી જ્યારે કરવામાં આવે ત્યારે મહિલાઓ જ ચોરીની ઘટનાને અંજામ આપે છે. મહિલાઓ ભીખ માંગવા કે ખાવાનું માંગવાના બહાને આવીને આવી ચોરીઓ કરીને પલાયન થઈ જાય છે. ચોરીની ઘટના પછી લોકોને ચોરી અંગે માલુમ પદે ત્યારે લોકો પોલીસને શરણે જાય છે.

Advertisement

Trending

Exit mobile version