Uncategorized
રોમિયોગીરી કરતા શખ્સો વિરુદ્ધ દાખલા રૂપ ચુકાદો સાવલી પોકસો કોર્ટે બે આરોપીઓને ૭ વર્ષ ની સજા ફટકારી

(અવધ એક્સપ્રેસ સાવલી)
સાવલીની પોકસો કોર્ટ દ્વારા 2022 ની સાલમાં જરોદ પોલીસ મથકે નોંધાયેલ રોમિયોગીરી સડક છાપ અને સગીરાઓની છેડતી કરતા બે આરોપીઓને ૭ વર્ષ ની સજા તેમજ પોકસો સહિત ગુનામાં બંને આરોપી ઓ ને ૧.૧૫ લાખ નો દંડ ફટકારી ને કોર્ટે દાખલા રૂપ ચુકાદો આપ્યો છે
તારીખ 7 9 – 2022 ના રોજ જરોદ પોલીસ મથકે ટ્યુશન પતાવીને ઘરે પરત ફરતી ચાલતી જતી સગીરાને બાંકડા પર બેસેલ બે યુવકો સગીરાને સ્વીફટ કારમાં બળજબરીપૂર્વક ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ હતી અને ગામના જ એક ફાર્મમાં લઈ જઈ ગાડી પુર ઝડપે દોડાવી ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું જેનો પીછો ભોગ બનનાર ના કાકા ના દીકરા તથા તેના મિત્રોએ કરીને સગીરાને આરોપીઓના કબજા માંથી છોડાવેલ હતી જરોદ પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસે જય કુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ભોઈ તથા પ્રિતેશ ઉર્ફે પીન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણ બંને વિરૂધ ઈપીકો 363 354 354 ડી 506 2 સહિતનો તેમજ પોકસો ની કલમ 12 મુજબ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા હતા જેનો કેસ સાવલીની પોકસો કોર્ટ ના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા હતા અને પોક્સો તેમજ છેડતી અપહરણ સહિતના વિવિધ ગુનાઓમાં કુલ એક લાખ પંદર હજારનો બંને આરોપીઓને અલગ અલગ દંડ ફટકાર્યો હતો અને બંને ને અલગ અલગ ગુનામાં મળી કુલ સાત વર્ષની સજા ફટકારી છે તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડીતા ને એક લાખ રૂપિયાની સહાય ચૂકવવા ભલામણ કરી છે તેમજ બંને આરોપીઓ જે દંડની રકમ ભરે તે પણ પીડીતાને ચૂકવવા માટે હુકમ કર્યો છે આમ રોમિયોગીરી કરતા અને એકલી સગીરા અને યુવતીઓ સાથે છેડતી કરતા શખ્સો વિરુદ્ધ દાખલા રૂપ ચુકાદો સાવલી કોર્ટે આપતા કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવા લંપટો અને સીધા કરવા માટે આ સજા બરાબર છે તેવો મત વ્યક્ત કરતા તાલુકાજનો જોવા મળ્યા છે
તસવીરમાં સાવલીની પોક્સો કોર્ટ દ્વારા સડકછાપ રોમિયો ગી તેમજ છેડતી કરનાર સાત વર્ષની સજા પામેલ બંને આરોપીઓની તસવીરો નજરે પડે છે