Chhota Udepur

દારૂના વેપલા પર પોલીસની તરાપ કદવાલ પોલીસે ઈટવાડા(ડું) ગામ પાસેથી રૂ. ૮૩,૪૦૦નો દારૂ ઝડપી પાડ્યો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ કરવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સૂચનાને આધારે કદવાલ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ કે. કે. સોલંકી સહિત સ્ટાફ કદવાલ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન ઇટવાડા (ડું) ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક મો.સા. મળી કુલ કિ.રૂ. ૮૩,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

કદવાલ પોલીસ મથકના પી.એસ.આઈ કે. કે સોલંકીએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખી કદવાલ પો.સ્ટે વિસ્તારનાં ઈટવાડા(ડું) ગામે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એક મોટર સાયકલ ચાલક તેની મોટર સાયકલ ઉપર કંતાનના કોથળામા કંઇક શંકાસ્પદ ચીજ વસ્તુ બાંધીને આવતો જણાતા તેને ઉભો રાખવા ઈશારો કરતા તેણે તેની મોટર સાયકલ ઉભી ન રાખતા તેઓ મોટર સાયકલને આગળ ભગાડી રોડની સાઈડમાં નાખી ભાગી છૂટ્યો હતો. જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની “ગોઆ” કંપનીની પ્લાસ્ટ્રીકની ૭પ૦ મી.લી.ની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૫૩,૪૦૦/- ની મળી આવતા પ્રોહી મુદ્દામાલ તથા આરોપીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવામા ઉપયોગમા લીધેલ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે-૩૪ એમ ૩૬૧૫ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૩,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Trending

Exit mobile version