Chhota Udepur
છોટાઉદેપુરમાં બેફામ બનેલા બુટલેગરો સામે સેફ્ટી સુવિધા ના અભાવે પોલીસ લાચાર
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ ની સરહદ ઉપર આવેલો છે. જ્યાંથી બુટલેગરો મોટા પ્રમાણમાં છોટાઉદેપુરની રંગપુર બોર્ડર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા વાહનો તેમ જ બાઈકો વડે વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરફેર કરતા હોય છે. તેમને રોકવા માટે પોલીસ પ્રશાસન માટે બેરેક સિવાય અન્ય કોઈ સુવિધાઓ આપવામાં ન આવતા બૂટલેગરો બિન્દાસથી લાખો પેટીઓ વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડે છે, અને પોલીસને ખુલ્લો પડકાર ફેકે છે. તેનો દાખલો તાજેતરમાં જ એક બોલેરો ચાલક વિદેશી દારૂ ભરી ગુજરાતમાં આવતો હતો જેની બાતમી મળતા છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના પોલીસ કર્મીઓ તેને રોકવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી હતી. પરંતુ બુટલેગરે તમામ નાકાબંધી તોડી પાવીજેતપુર સુધી પહોંચી ગયો હતો ગાડીને રોકવા માટે મોટો ટ્રક પણ ઉભો કરવામાં આવ્યો હતો પરંતુ બુટલેગરે તેની પણ પરવાહ કર્યા વગર થોડી જગ્યામાંથી ગાડી પસાર કરી ભાગી છૂટ્યો હતો. પોલીસ તેને રોકવા માટે રોડ ઉપર ઉભી હતી પરંતુ ગાડીની સ્પીડ જોઈ અકસ્માત સર્જાય તેવા ભયથી પોલીસ પણ સાઈડમાં ખસી ગયા હતા. જો પોલીસે સમય સૂચકતા વાપરી રોડ છોડ્યો ન હોત તો અહીં જાનહાની સર્જાત આતો રહ્યું બુટલેગરોની વાત પરંતુ જો કોઈ આંતકવાદીઓ ઘુસી આવ્યા હોય અને તેમને રોકવા માટે પોલીસ પાસે માત્ર બેરેક જ હોય તો તેઓને કેવી રીતે રોકી શકાય ?
ગુજરાત પોલીસ દ્વારા આ બાબતે ગંભીર વિચારણા કરી પોલીસને ચકમો આપી ભાગતા ગુનેગારોની ગાડીને આસાનીથી પકડી શકાય તે માટે અન્ય કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ જેમ કે, રોડ ઉપર ઇમરજન્સી બમ્પ મુકવા તેના ઉપર ખીલા લાગેલા હોય અથવા એવી કોઈ સિસ્ટમ હોય કે ગાડી ત્યાજ ઊભી રહી જાય જેના કારણે ગુનેગારોની ગાડીઓ પંચર પડે અને આગળ જઇ ના શકે અથવા તો એવી કોઈ આડસ ઉભી રાખવી જોઈએ જેથી કોઈ તેને તોડી ના શકે બુટલેગરો અથવા તો ગુનેગારો પોલીસથી બચવા સામે આવનાર કોઈ પોલીસ હોય કે પછી સામાન્ય રાહદારી હોય અકસ્માત કરવા કે પછી જાણી જોઈને તેમને મારી નાખવા ખચકાટ અનુભવતા નથી જેથી ગુજરાત પોલીસે આવા લોકોને રોકવા માટે આધુનિક બની નવા ઉપકરણોની રચના કરી પોલીસને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ
- ગુજરાત પોલીસે બુટલેગરો તથા બે ફામ ચાલતા ગુનેગારોના વાહન નાકાબાંધી ઉપર રોકવા આધુનિક સંસાધનો વિકસાવવા જોઇયે
- અગાઉ પણ આવા અકસ્માત માં પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે
- બાબા આદમ ના જમાના ની નાકાબંધી હોવાને કારણે પોલીસને ખુલ્લો પડકાર ફેકે છે