Surat
સુરતમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો,
મોઘવારી કૂદકેને ભૂસકે વધતી જઈ રહી છે, સામાન્ય વ્યક્તિએ જીવન નિર્વાહ કરવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આવી કારમી મોંઘવારીમાં કેટલાક લોકો શોર્ટકટથી રૂપિયા કમાવવાનો રસ્તો શોધી કાઢતા હોય છે અને તેનું પરિણામ કંઈક અલગ જ આવે છે.આવું જ કંઈક જોવા મળ્યું છે સુરતના ડીંડોલી વિસ્તારમાં,જ્યાં લગ્ન પ્રસંગમાં વિડીયો અને ફોટોગ્રાફીના ઓર્ડર કરતા શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યાં શોર્ટકટથી રૂપિયા કમાવવા જતા વિડીયો ગ્રાફરને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.સુરતના ડીંડોલી પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર,પોલીસનો સ્ટાફ ડીંડોલીના કરાડવા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે પસાર થતી એક બ્રેઝા કારને પોલીસે આંતરીને તેમાં તપાસ કરી હતી જે કારમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 113 જેટલી બોટલો મળી આવી હતી. જેથી ડીંડોલી પોલીસે કારના ચાલક અને પલસાણાના સાંઈ-વિહાર સોસાયટીમાં રહેતા અતુલ સુરેશ ટેલરની ધરપકડ કરી હતી. જ્યારે ફોરવ્હીલ કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 7.27 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ડીંડોલી પોલીસે વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપી પાડેલ આરોપી અતુલ સુરેશભાઈ ટેલરની સઘનપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછમાં ચોકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પોતે વિડીયો અને ફોટોગ્રાફર હોવાની હકીકત જણાવી હતી શહેર અને જિલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના ઓર્ડર પુરા પાડતા હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે. ઉપરાંત શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. હાલ ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત