Gujarat
કદવાલ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ કર્મીઓએ પ્રતિજ્ઞા લીધી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
૩૧ ઓક્ટોબરને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તંત્રના માર્ગદર્શન અનુસાર કદવાલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈની નેતૃત્વમાં કચેરીના કર્મચારીઓ અને નાગરિકોએ સૌ ભેગા મળીને સરદાર પટેલના યોગદાન પ્રત્યેની કૃતજ્ઞતા અને દેશની અખંડિતતાના નાગરિક ધર્મના અભિગમ માટે કર્મચારીઓ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર પોલીસ સ્ટાફ ની રાષ્ટ્રીય એકતા દીવસ ની પ્રતિજ્ઞા લેવડાવી ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે” રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા:-વર્ષ ૨૦૧૯ માં, પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા.
“હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે સખત મહેનત કરીશ હું આ પ્રતિજ્ઞા લઉં છું, હું આ મારા દેશની એકતાની ભાવનાથી લઉં છું, જે સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.” તેવી પ્રતિજ્ઞા લીધી.