Chhota Udepur
પોલીસ પાવર સિંઘમ PSI એચ.આર જેતાવતે બુટલેગરોને ધૂળ ચાટતા કર્યા
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
છોટાઉદેપુર જિલ્લા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરીને જતી બોલેરો પકડવા જતા બૂટલેગરોએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો અને પોલીસના ત્રણ તોડી નાખ્યા. પોલીસ પકડે નહીં અને પોલીસ ની ગાડી ને અકસ્માત થાય તેના પ્રયાસ રૂપે કાર માથી દારૂની છુટ્ટીબોટલો પોલીસ ની ગાડી ઉપર નાખી હતી પોલીસે ઈંટ નો જવાબ પથ્થર થી આપી બૂટલેગરોને રોકવા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આખરે ત્રણ બૂટલેગરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગત મોડી રાત્રે ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચલાવી છોટાઉદેપુર પોલીસના ત્રણ જગ્યાએ નાકાબંધી તોડી ભાગી રહેલા બૂટલેગરનો પીછો કરી જીવ સટોસટ ની બાજી ખેલી ત્રણ બૂટલેગરોને ઇગ્લીંશ દારૂના મોટો જથ્થા સાથે પકડી પાડી જેલ ભેગા કરી પોલીસ પાવર બતાવી કાનૂનના હાથ હાથ ગુનેહગારો કરતા લાંબા હોવાનું સાબીત કર્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં એલસીબી ની અલગ અલગ ટીમો રાત્રિ દરમિયાન વિવિધ ઠેકાણે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેજગઢ પાસેની ટીમને બાતમી મળી હતી કે એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂ આવી રહ્યો છે જેથી પોલીસ વોચમાં ગોઠવાઈ ગઇ હતી. વોચમાં ગોઠવાઈ ગયેલી એલસીબી પોલીસ ટીમને એક પુરપાટ ઝડપે મોટરસાયકલ અને તેની પાછળ નંબર વગરની બોલેરો ગાડી આવતી જણાતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ બંને વાહનો રાયસીંગપુરા તરફ હંકારીને એલસીબી ની ટીમની ગાડીને અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.
એલસીબી ટીમે મોટી અમરોલ ટીમ અને રતનપુર ખાતે પાવીજેતપુરના પોલીસને આ અંગેની જાણ કરી હતી ત્યારબાદ તેજગઢ ખાતે ઊભેલી એલસીબીની ટીમે ખેપિયા ઓનો પીછો કરતા બુટલેગરમાં ડર પેસી ગયો હતો કે હવે પોલીસ તેમણે છોડસે નહીં તેથી મોટી આમરોલ પાસે બોલેરો ગાડીમાં બેઠેલા બુટલેગરે ગાડીમાંથી દારૂની બોટલો પોલીસની ગાડી પર ફેંકવાની ચાલુ કરી હતી. જેથી પોલીસ ની ગાડી ને અકસ્માત થાય અને પોલીસ તેમનો પીછો ના કરે પરંતુ પોલીસે પણ આજે આ પાર કે પેલે પાર જીવ સટોસટ ની બાજી લગાવી હતી. પોલીસની અન્ય ટીમને અગાઉથી જાણ કરતા તેઓ પણ નાકાબંધી કરીને ઉભા હતા ખેપિયાઓ તેઓની ઉપર પણ ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સમય સૂચકતા વાપરી ખેતરમાં કૂદીને સ્વ બચાવ કર્યો હતો અને ખેપીયાઓ અહિયાં થી પણ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
જ્યારે આ બાબતે પાવીજેતપુરના પી.એસ.આઇ H.R.જેતાવત ને આ બાબતની જાણ કરી હોવાથી તેઓ એલસીબીના સ્ટાફ સાથે રતનપુર પાસે મોટી ટ્રકની આડસ કરી નાકાબંધી કરીને ઉભા હતા ત્યારે ત્યાં પણ ખેપિયાઓ ટ્રક ની બાજુ પરથી બોલેરો કાઢી પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ખેપિયાઓને રોકવા એલસીબીના હેડ કોસ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે થોડા આગળ ઊભેલા પાવીજેતપુરના પી.એસ.આઇ એચ આર જેતાવતે પણ પોતાની રિવોલ્વર વડે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું
તેમ છતાં બૂટલેગરોએ પોલીસને ચકમો આપવામાં સફળ થઈ દારૂ ભરેલી ગાડી આગળ ભગાડી જવામાં સફળ થયા હતા. બૂટલેગરો પોલીસને ચકમો આપી હરખપુર થી વડાતલાવ રોડ પર એક બાઈકને પાયલોટિંગ સાથે બોલેરો ગાડી હંકારી ગયા હતા. જ્યારે psi જેતાવત પણ સિંઘમ ની જેમ તેમનો પીછો કરી રહ્યા હતા તે દરમિયાન વડાતલાવ પાસે કાચા રસ્તે બોલેરો ગાડી ફસાઈ જતા બે ઈસમો ગાડીમાંથી કૂદીને ભાગી ગયા હતા. અને બાઈક ચાલકો બાઈક મૂકીને ખેતરમાં ભાગવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
જ્યારે બોલેરો ગાડીમાં સવાર એક ઈસમ ઝડપાઈ ગયો હતો અને ચાલક રાતના અંધારામાં ભાગી છુટવામાં સફળ થયો હતો. આ બોલેરો ગાડી ની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૦૦૪ બોટલ કિંમત રૂ. ૧,૫૦,૭૦૦ સહિત કુલ રૂ.૮,૦૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બેફામ બોલેરો ચલાવનાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.
પોલીસ ગાડી ઉપર બુટલેગરે દારૂની છુટ્ટી બોટલો ફેંકી, ત્રણ નાકા તોડીને બુટલેગર બોલેરો લઈને ભાગ્યો,PSI જેતાવતે ફિલ્મી ઢબે જીવ સટોસટની બાજી લગાવી પીછો કર્યો પોલીસ નો અસલી પાવર બતાવી હવામાં ફાઇરીંગ કરી આરોપીને ઝડપી પાડ્યો