Surat
સુરત માં જુગારધામ પર પોલીસના દરોડા, 10 શકુનીઓની ધરપકડ

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાથી વધુ એકવાર જુગારધામમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે શહેરના પુણા વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓ પર શિકંજો કરવાનુ શરૂ કરતાં 10 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના પુણા વિસ્તારમાં જુગાર ધામ ચાલતુ હતુ, અહીં ડુંભાલ ટ્રાન્સપોર્ પાસે જુગારીઓ ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા, અચાનક આ દરમિયાન પુણામાં સ્ટેટ વિજિલન્સ પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા.
પોલીસના દરોડાના કારણે જુગારીઓ ભાગવા લાગ્યા હતા, જોકે, પોલીસે તમામ 10 જુગારીઓને ધરપકડ કરી લીધી હતી, આ સાથે પોલીસે 77 હજારનો મુ્દ્દામાલ પણ જપ્ત કર્યો હતો, ખાસ વાત છે કે આ દરોડામાં એક આરોપીને વૉન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો હતો.