Chhota Udepur
પોલીસ કર્મીએ પોતાની જ પત્ની કરપીણ હત્યા કરતા ચકચાર

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્ની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ASI વરસન રાઠવાએ જ પોતાની પત્ની કેળીબેનનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી છે. જો કે હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, પોલીસકર્મી ASI તરીકે ફરજ બજાવતો હતો.
આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામેથી ગોંદરિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીને પોલીસે ફરજ પરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારના રોજ અજાણી ડેડ બોડી મળી હતી, જેનો ભેદ ઉકેલાતા આરોપી પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી ને તારાબેન નામની છોકરી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોય જે વાત ફરીયાદીની મરણ જનાર બહેનને ગમતી ના હોય જેથી બંને વચ્ચે આ બાબતે ઝઘડાં થતાં હોય અને તેમના બંનેના પ્રેમસંબંધ વચ્ચે ફરીયાદીની બહેન આડી ખીલીરૂપ હોય તેથી તેનો કાંટો કાઢી નાંખવા આરોપીએ ફરીયાદીની બહેનને કોઇ તિક્ષ્ણ હથિયારથી તેના શરીરે ગળાના ભાગે, પેટના ભાગે બંને હાથે ઘા મારી તેની હત્યા કરી હોવાનુ બહાર આવ્યું હતું