Surat

પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ, સાયબર ક્રાઈમે 3 ગુનાનો ભેદ ઉકેલી રૂ. 8.65 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતમાં પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલી રીકવર કરેલો મુદામાલ મૂળ માલિકને ઝડપી પરત કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 ગુનાઓમાં સોનાના દાગીના તમેજ રોકડા રૂપિયા મળી કુલ 8.65 લાખનો મુદામાલ સુરત પોલીસ કમિશ્નરના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતોસુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે.

Advertisement

જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. એવામાં આજે સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 8.65 લાખનો મુદામાલ તેરા તુજકો કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.ફરીયાદી રાજેશભાઈ કાછડિયાને 2.15 લાખનો ચેક, અન્ય એક મહિલા ફરીયાદીના સોનાની બંગડી, સોનાનું કડું, સોનાની ચેઈન, સોનાની વીટી તેમજ રોકડા રૂપિયા 80 હજાર પરત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય એક ફરીયાદી અહમદુલ્લાહ ઈબ્રાહીમ ચોકસીને 1.15 લાખનો મુદામાલ પરત કરવામાં આવ્યો હતો. આમ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 8.65 લાખનો મુદામાલ સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે, સુરતને સાયબર સેફ બનાવવા અને શહેરની જનતા સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે જાગૃત કરવા માટે સાયબર સંજીવની 2.0 અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કેટલીક અપીલ કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version