Connect with us

Gujarat

વડોદરા શહેર જિલ્લાના દસ રવાનગી કેન્દ્રો ખાતેથી આજે મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટે સામગ્રી રવાના કરવામાં આવશે

Published

on

મંગળવારે સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ને મંગળવારના રોજ યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ ૧૦ વિધાનસભા મત વિભાગ માટે રવાનગી અને સ્વીકાર કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. સોમવારે આ રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં ૨૫૫૨ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઇ અને પાદરા વિધાનસભાનો સમાવેશ છોટાઉદેપુર સંસદીય મતવિભાગમાં જ્યારે કરજણ વિધાનસભા મતવિભાગનો ભરૂચ સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે.વડોદરા શહેરની પાંચ અને વાઘોડીયા તથા સાવલી સહિત કુલ સાત વિધાનસભાનો વડોદરા લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે.


તેમણે ઉમેર્યું કે ૧૩૫-સાવલી વિધાનસભા મત વિભાગ માટે તાલુકા સેવા સદન, સાવલી, ૧૩૬-વાઘોડિયા માટે તાલુકા સેવા સદન, વાઘોડિયા, ૧૪૦-ડભોઈ માટે એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ, ડભોઈ, ૧૪૧-વડોદરા (શહેર) માટે કેન્દ્રીય વિદ્યાલય, સમા સાવલી રોડ,૧૪૨- સયાજીગંજ માટે પોલીટેકનીક કોલેજ ફતેગંજ,૧૪૩- અકોટા માટે સરકારી નર્સિંગ કોલેજ. દિવાળીપુરા,૧૪૪- રાવપુરા માટે સરદાર વિનય મંદિર વિદ્યાલય, કારેલીબાગ,૧૪૫-માંજલપુર માટે ભારતીય વિદ્યા ભવન્સ વી.એમ.પબ્લિક સ્કૂલ,મકરપુરા, વડોદરા,૧૪૬-પાદરા માટે એમ.કે.અમીન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાદરા,૧૪૭- કરજણ વિધાનસભા મત વિભાગ માટે તાલુકા સેવા સદન, કરજણ ખાતે ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર નિયત કરાયા છે.

આ કેન્દ્રો ખાતેથી આજે મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવશે.મંગળવારે મતદાન પૂર્ણ થયા બાદ આજ કેન્દ્રો ખાતે મતદાન સામગ્રીનો સ્વીકાર કરવામાં આવશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!