Gujarat
સરકારી આવાસ પંચાયત ખાઈ જતાં બારિયાફડીના ગરીબ દંપતિ પશુના ગમાણમાં રહેવા મજબૂર
સરકાર દ્વારા પાસ થયેલું આવાસ ના મળતા બારિયાફડીના ગરીબ દંપતિ પશુના ગમાણમાં રહેવા મજબૂર બન્યાછે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડા અને મકાન રોટી કપડાં તો ચલાવી લેવાય પરંતુ ઘર ન હોય તો માનવી ક્યાંયનોય રહેતો નથી ઘોઘંબા તાલુકાના બારીયાફડીમાં રહેતા શનાભાઇ બારીયા આવા જ એક મજબૂર છે. સરકારે તેમને આવાસ તો ફાળવ્યું પરંતુ સગાવાદ અને લાગવગ સાહીને કારણે મકાન અન્યને ફાળવી દેતા ગરીબ દંપતિ ઘર વિનાના થઈ ગયા છે. એવું નથી કે તેમની પાસે ઘર નથી ઘર છે પરંતુ ઘરની દિવાલો નથી.
દીવાલો તેમના નસીબની જેમ એક પછી એક નીચે પડવા લાગી. એક દીવાલ છે તે પણ લાકડાને ટેકે ઉભી છે આ કાચું ઘર ક્યારે પડે તે કહી શકાય નહીં તેથી ગરીબ દંપતિ પોતાનો જીવ બચાવવા પશુના ગમાણમાં વસવાટ કરી રહ્યા છે. દરેક ગરીબ પરિવારને પાકું ઘર મળે તે માટે સરકાર આવાસ યોજના ચલાવી રહી છે તે અંતર્ગત 2016 ના વર્ષમાં શનાભાઇ બારીયા નું આવાસ પાસ થયું હતું પરંતુ તે આવાસ ક્યાં ખોવાઈ ગયું તેનો હજુ સુધી પતો લાગ્યો નથી.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 2016 માં જે તે વખતના સરપંચ અને તલાટી દ્વારા શનાભાઇનું આવાસ ગ્રામ પંચાયતમાં મહત્વના હોદ્દા ઉપર બિરાજમાન ના સગા ને આપી દીધું જે તે વખતે શનાભાઇને ગંભીર અકસ્માત નડયો હતો અને તેઓ પથારીવસ હતા તેથી તેઓ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતના ધક્કા ખાઈ શકતા ન હતા તેનો ફાયદો ઉઠાવી તેમનું આવાસ અન્યને આપી દીધું હતું. કહેવાય છે કે ગરીબનું નસીબ પણ વાંકુ હોય છે શનાભાઈના પાંચ પુત્રો બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં પતિ પત્ની બને પશુના ગમાણમાં રહી પોતાના બાકીના દિવસો પસાર કરી રહ્યા છે જો તમે ઘરમાં નજર નાખો તો તમને દિવસે પણ અંદર જતા ડર લાગે તેવું ભયાનક લાગી રહ્યું છે.
ઘરમાં દાખલ થયા પછી જીવતા બહાર નીકળશે કે નહીં તેવી પરિસ્થિતિમાં દંપતિ જીવન નિર્વાહ કરી રહ્યું છે.
શનાભાઇના પરિવારને તંત્ર પાસે બીજી કોઈ અપેક્ષા નથી પરંતુ તેમની સાથે થયેલા અન્યાય સામે ન્યાયિક તપાસ કરી તેમનું પાસ થયેલુ મકાન તેમને પરત મળે તે આશાએ શનાભાઇએ સામાજિક કાર્યક્રરની મદદથી તાલુકા તથા જિલ્લામાં રજૂઆત કરી છે રજૂઆત કરવા છતાં હજી સુધી ગરીબ પરિવારને ન્યાય મળ્યો નથી. આવાસ વિના પશુના ગમાણમાં દિવસો વિતાવતા આ પરિવારની મંજૂર થયેલી આવાસ ગાય ખઈ ગઈ હોવાની ઠઠ્ઠા મશ્કરી સરકારી કચેરીઓમાં થઈ રહી છે. ત્યારે સંવેદનશીલ ભાજપ સરકાર તથા સરકારી કર્મચારી આ ગરીબ દંપતિ પ્રત્યે સંવેદનશીલ છે ખરી ? પંચમહાલના પ્રામાણિક પુરવઠા અધિકારી H.T મકવાણાએ શનાભાઇની રૂબરૂ મુલાકાત લઈ સરકારી દુકાનદાર પાસે અનાજની વ્યવસ્થા કરતા દુકાનદાર ઘર બેઠા અનાજ પહોંચાડી રહ્યો છે ત્યારે આવાસ વિભાગના અધિકારીઓની માનવતા જાગશે ખરી તે તો જોવું જોઈએ